<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

માંગરોળમાં જુના મનદુઃખથી ૭ શખ્‍સો વચ્‍ચે મારામારી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૦: માંગરોળમાં જુના મનદુઃખથી ૭ શખ્‍સો વચ્‍ચે સામસામી મારામારી થતાં પોલીસે તમામની સામે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

માંગરોળના હુસેનાબાદમાં રહેતા અને નાળિયેર વેચવાનો વ્‍યવસાય કરતા ૧૯ વર્ષીય સાહિલ કાસમભાઈ ભાટા પોતાની બોલેરો ગાડી લઈને ત્રોફા માર્કેટમાંથી બહાર નીકળી રહ્યો હતો.

ત્‍યારે બુલેટ બાઈક પર આવેલા સુફિયાન હનીફ મનસુર, સલાઉદ્દીન હનીફ મનસુર અને એક અજાણ્‍યા શખ્‍સે શ્નગાડી કેમ આડી રાખી છેઙ્ખ તેમ કહી બોલાચાલી કરી ગાળો કાઢી હતી, અને યુવકને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્‍ત સાહિલને સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો.

જ્‍યારે સામા પક્ષે માંગરોળના સુફિયાન હનીફભાઈ મનસુર અને તેનો ભાઈ સલાઉદીન બાઈક લઈને ત્રોફા માર્કેટ બહાર નીકળતા હતા તે દરમિયાન સાહિલ કાસમ ભાટાએ તેની બોલેરો બાઈક સાથે અથડાવતા બંને ભાઈ બાઈક પરથી પટકાયા હતા. આ દરમિયાન સાહિલે બોલેરોમાંથી  ટામી કાઢી મારવા દોડયો હતો. જ્‍યારે હનીફ નામના શખ્‍સે સલાઉદ્દીનને ૩ ઝાપટ મારી દીધી હતી. એવામાં ૨ અજાણ્‍યા શખ્‍સોએ આવી ધમકી આપી હતી.

આ બનાવ અંગે માંગરોળ પોલીસે બંને પક્ષની ફરિયાદ આધારે  ૭ શખ્‍સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.(૨.૮)

(11:06 AM IST)