તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS નું પેપર લીક થયાની આશંકા : ABVP એ VC ને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરી
શલ્ય તંત્ર-1 ના પેપર મામલે ABVP એ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પર ઉઠાવ્યા સવાલ, દોષિતો સામે કડક કાર્યવાહી અને પારદર્શક તપાસની કરી માંગ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૮ : ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરમાં BAMS ના વિદ્યાર્થીઓના પેપર લીક થયાની આશંકાએ આજે વિવાદ સર્જાયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP દ્વારા યુનિવર્સિટીના વહીવટી તંત્ર સામે હોબાળો મચાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ABVP ના કાર્યકરોના આક્ષેપ મુજબ BAMS ત્રીજા વર્ષના "શલ્ય તંત્ર-1" વિષયનું પેપર પરીક્ષા પહેલા લીક થયું હોવાની આશંકા છે. આ મુદ્દે ABVP એ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
ABVP ના પ્રતિનિધિઓએ આજે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે પહોંચીને VC ને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં સમગ્ર મામલાની પારદર્શકતાથી તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સાથે જ પેપર લીક માટે જવાબદાર દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી ABVP એ માંગ કરી છે.
પેપર લીકના આક્ષેપો બાદ યુનિવર્સિટી તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર હવે સૌની નજર છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને લગતા આ મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવાની માંગ ઉઠી છે.તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
