<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ઉના તાલુકાના ભડિયાદર ગામમાં દીપડાનો આતંક વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ

છેલ્લા ત્રણ દિવસમાં એક જ યુવક પર દીપડાએ બીજી વખત હુમલો કરતા લોકોમાં દહેશત ફેલાઈ

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભડિયાદર ગામમાં દીપડાનો આતંક વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં એક જ યુવક પર દીપડાએ બીજી વખત હુમલો કરતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. તાજી ઘટનામાં યુવક પોતાના ઘરના ફળિયામાં હતો ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો, જેમાં યુવક ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. નોંધનીય છે કે બે દિવસ પહેલા પણ આ જ યુવક અગાશી પર સૂતો હતો ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. વારંવાર થઈ રહેલા હુમલાઓને કારણે ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

(11:38 AM IST)