<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

જસદણમાં પત્‍ની પ્રેમી સાથે નાસી જતા ફયાજનો બે વર્ષની પુત્રી સાથે આપઘાત

પુત્રવધૂના પ્રેમી લાલા ખીમાણીએ પુત્રી ફાતેમા અમારા પ્રેમની નિશાની હોય આપી દેવા ધમકી આપતા મારા પુત્ર એ જીવ દઈ દીધોઃ માતાનો ન્‍યાય આપવા વલોપાત

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.,૨૩ :  જસદણની ગેબનશા સોસાયટીમાં રહેતા ફયાજ આરીફભાઈ પરીયાણીની પત્‍ની ફિરદોષ પ્રેમી સાથે નાસી જતા અને અઢી વર્ષની પુત્રી અમારા પ્રેમની નિશાની હોય આપી દેવા પ્રેમીએ માંગણી કરતા લાગી આવતા પુત્રી સાથે પાણીની માત્ર એક હજાર લીટરની ટાંકીમાં પડી પુત્રી સાથે આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જસદણના સ્‍મશાન રોગ ઉપર આવેલ ગેબનશા સોસાયટીમાં અપરણિત નાના ભાઈ,માતા અને પાંચ વર્ષના પુત્ર અને અઢી વર્ષની પુત્રી સાથે રહેતા ફયાજ આરીફભાઈ પરીયાણી (મેમણ) ઉ.વર્ષ ૩૨ એ આજે સવારે પોતાની વ્‍હાલ સોઈ અઢી વર્ષની પુત્રી ફાતેમાને લઈ મકાન ઉપર આવેલ માત્ર એક હજાર લીટરની પાણીની ટાંકીમાં પડી મોત વહાલું કર્યું હતું.

ફયાઝની માતા હસીનાબેનના જણાવ્‍યા મુજબ મારી પુત્રવધુ ફિરદોષને ત્રણ વર્ષ થયા અમારા મકાનની સામે ઓફીસમાં કામ કરતા લાલા ખીમાણી સાથે પ્રેમ સંબંધ હતો મારી પુત્રવધુ મારા પુત્ર સાથે તેના પ્રેમ સંબંધને લીધે સરખી રીતે રહેતી પણ નહોતી અને અવાર-નવાર ઝઘડા કર્યા રાખતી હતી. 

આઠ દિવસ પહેલા મારી પુત્રવધુ લાલા ખીમાણી સાથે નાસી ગઈ હતી આ દરમિયાન લાલા ખીમાણીએ મારા પુત્ર ફયાજને ફોનમાં કહ્યું હતું કે અઢી વર્ષની પુત્રી ફાતેમા અમારા પ્રેમની નિશાની છે તું એને આપી દે નહિતર સારા વટ નહીં રહે આવી માગણી કરતા આજે સવારે અમે નીચે સુતા હતા ત્‍યારે  ફયાજ પુત્રીને લઈ ઉપર આવેલ પાણીની ટાંકીમાં પડી આપઘાત કરી લીધો હતો.

મારો પુત્ર અને મારી પૌત્રી ઘરે ન દેખાતા સવારે અમે શોધખોળ કરી પણ મળી ન આવતા પરિવારજનોને જાણ કરતા ઉપર પાણીના ટાંકામાં બંને મળી આવ્‍યા હતા.

તેમણે વધુમાં કહયુ હતુ કે મારા પુત્ર અને મારી પૌત્રીના મોત જેના કારણે થયા છે તેમને ફાંસી આપી અમને ન્‍યાય આપો.

આ બનાવની જાણ થતા જસદણ પોલીસ અને મહેમાન સમાજના આગેવાનો મળતક પરિવારને ત્‍યાં પહોંચી પિતા પુત્રીની ડેડબોડી પીએમ માટે જસદણ સરકારી દવાખાને ખસેડેલ છે.

આ બનાવની વધુ તપાસ અને માત્ર એક હજાર લીટરની ટાંકીમાં ફયાજના શંકાસ્‍પદ મોતમાં કાંઈ કાચુ ન કપાય એ માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ઘરી છે.

(3:58 PM IST)