<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

લખતર-વિરમગામ હાઇવે પર કડુ નજીક કારની ટક્કરથી બાઇક પર સવાર પિતા-પુત્રને ઇજા

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૫: બાઇક સવાર પિતા-પુત્ર દેદાદરા ગામથી પોતાના ગામ કમીજલા જઈ રહ્યા હતા. કડુ નજીક પેટ્રોલ પંપ પાસે પાછળથી આવતી કારે બાઇકને ટક્કર મારી હતી. કાર વલ્લભીપુરથી વિરમગામ તરફ જઈ રહી હતી. ટક્કરથી બાઇકચાલકને મોઢા અને પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. પાછળ બેઠેલા તેમના પુત્રને પણ ઇજાઓ થઈ હતી.

અકસમાત બાદ હાઇવે પર લોકો ભેગા થયા હતા. રાહદારીઓએ ૧૦૮ને જાણ કરતાં લખતર ૧૦૮ની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી અને બંનેને હોસ્‍પિટલ ખસેડ્‍યા છે.

(1:48 PM IST)