તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
કચ્છના શિણાય ગામે પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જતા પિતા પુત્રના મોત
ન્હાવા પડેલા યુવાન પુત્રને ડૂબતો જોઈ પિતાએ છલાંગ લગાવી પણ દુર્ભાગ્યે બંને ડૂબી ગયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : પાણીમાં ડૂબી જવાથી મોત થવાનો સિલસિલો કચ્છમાં ચાલુ રહ્યો હોય એમ દસ દિવસમાં ત્રીજો આવો બનાવ નોંધાયો છે. કચ્છના આદિપુર મુન્દ્રા રોડ ઉપર આવેલા શિણાય ગામે પાણી ભરેલા ખાડાએ પિતા પુત્ર બે નો ભોગ લેતા અરેરાટી છવાઈ ગઈ છે. પોલીસ ચોપડે નોંધાયેલા બનાવ મુજબ ભેડિયાના પાણી ભરેલા ઊંડા ખાડામાં ન્હાવા પડેલા ૨૨ વર્ષીય ગણેશ અલ્પેશ બજરીયા ડૂબવા લાગ્યો હતો યુવાન પુત્રને ડૂબતો જોઈ ૪૫ વર્ષીય પિતાએ ખાડામાં છલાંગ લગાવી હતી પણ પાણીમાં એ પણ ડૂબવા લાગ્યા હતા. આમ પિતા પુત્ર બંને ડૂબ્યા હતા. પાંચેક કલાકની શોધખોળ બાદ તરવૈયાઓ તેમના મૃતદેહ બહાર કાઢી શક્યા હતા. મૃતક પિતા પુત્ર મૂળ મહેસાણા ના ખેરાલુના હોવાનું અને હાલ રોજગારી માટે કચ્છમાં સ્થાયી થયા હોવાનું જાણવા મળ્યું છે.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
