તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ સાથે વાત કરતી હોઇ સગીરાને પિતાએ ઠપકો આપતાં ફિનાઇલ ગટગટાવ્યું
કોટડાસાંગાણી પંથકનો બનાવઃ સગીરા રાજકોટ સારવારમાં: ભાડલામાં ૧૬ વર્ષની ધોરણ-૫ની બાળાએ અકળ કારણે ગળાફાંસો ખાતાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૨: અલગ અલગ કારણોસર બે સગીરાએ ફિનાઇલ પી લઇને અને ગળાફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે. કોટડાસાંગાણી પંથકના ગામમાં સગીરા ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ સાથે વાતો કરતી હોઇ પિતાએ ઠપકો આપતાં ફિનાઇલ પી ગઇ હતી. જ્યારે જસદણ પંથકના ગામમાં ધોરણ-૫માં ભણતી ૧૫ વર્ષની બાળાએ અકળ કારણે ગળાફાંસો ખાતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી.
સોશિયલ મિડીયાના માધ્યમથી સગીર છોકરા-છોકરીઓ મિત્રતામાં બંધાઇને પછી આગળ વધી જતાં હોય છે. આ વચ્ચે કોટડા સાંગાણી પંથકના ગામમાં સત્તર વર્ષની એક સગીરા ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ સાથે વાત કરતી હોઇ તેના પિતાને ખબર પડી જતાં માઠુ લાગી જતાં તેણે ફિનાઇલ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. તેણી ચાર ભાંડરડામાં મોટી છે અને તેણીના પિતા છુટક મજૂરી કરે છે.
બીજા બનાવમાં જસદણ પંથકના ગામમાં રહેતી અને ધોરણ-૫માં અભ્યાસ કરતી ૧૬ વર્ષની બાળાએ ગઇકાલે ઘરની લોખંડની બારીમાં ચુંદડી બાંધી દેહ લટકાવી દેતાં તેના મુકબધીર દાદા ઘરે એકલા હોઇ તે જોઇ જતાં તેણે તુરત જ તેણીને નીચે ઉતારી હતી અને પાડોશીઓને બોલાવી દિકરા-વહૂને ઘટનાની જાણ કરાવી હતી. બાળાને સ્થાનીક હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ત્યાંની પોલીસને જાણ કરી હતી. તેણી ત્રણ ભાંડરડામાં મોટી છે. બાળાએ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો અજાણ હોઇ પોલીસે તપાસ યથાવત રાખી હતી. હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા આ બનાવોની જાણ જે તે પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. (૧૪.૬)
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
