તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
કચ્છના રાપરમાં નજીવી બાબતે પિતા સામે પુત્રની હત્યા: અરેરાટી
દુબરીયા વાડી વિસ્તારમાં છાશ માગવા જેવી નાની બાબતે થયેલા વિવાદમાં હુમલો: CCTV ફૂટેજની મદદથી તપાસ શરૂ

કચ્છ જિલ્લાના રાપરમાં નજીવી બાબતે પિતા સામે પુત્રની હત્યાની ઘટના સામે આવી છે. દુબરીયા વાડી વિસ્તારમાં છાશ માગવા જેવી નાની બાબતે થયેલા વિવાદમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રાપર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને CCTV ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી છે. સાથે જ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
