તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
ખંભાળિયા-જામનગર રોડ પર ગમખ્વાર અકસ્માતઃ ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી જતા ૨ મોત : જુઓ વિડીયો
આરાધના ધામ પાસે મોડી રાત્રે બનાવ બનતા ૨ કલાકની ભારે જહેમત બાદ ફાયર ટીમે અકસ્માતગ્રસ્ત વાહનમાં મૃતદેહોને બહાર કાઢીને હોસ્પિટલે ખસેડાયા પરપ્રાંતીય પરિવારમાં અરેરાટીઃ ડ્રાઇવરને ગંભીર ઇજા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૨: ખંભાળિયા-જામનગર હાઇવે પર ગઈકાલે મોડી રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરવાના ચક્કરમાં એક છોટાહાથી પિકઅપ વાહન આગળ જતી ટ્રકની પાછળ ઘૂસી જતાં ૨ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ૧ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
આરાધના ધામ, ખંભાળિયા નજીક રાત્રે ૩:૩૦કલાકે આ બનાવ બન્યો હતો. જીજે-૧૮-જીબી- ૫૨૫૮ નંબરની છોટાહાથી ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી તે દરમિયાન આગળ જતી ટ્રકની પાછળના ભાગે પૂરપાટ ઝડપે ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વાહનના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો.
અકસ્માતમાં અર્જુન ખેમલાલ મહિલાલ ઉં.વ. ૧૪, રહે. છત્તીસગઢ, હાલ મેઘપર અનેટુડુ કમલેશ્વર મહાજી(ઉં.વ. ૨૧, રહે. છત્તીસગઢ, હાલ મેઘપરના મોત થયા છે જ્યારે કૌશિક ગોવિંદ પરમાર, ઉં.વ. ૩૦, રહે. મેઘપરને ઈજા થતાં સારવાર માટે ખસેડેલ છે. ૧૦૮ના જિલ્લા હેડ દીપકભાઈ દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે બંને મળતકો વાહનમાં ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમની મદદથી લગભગ ૨ થી અઢી કલાકની સતત મહેનત બાદ બોડીને વાહનમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઘાયલ ડ્રાઇવર કૌશિકભાઈ પરમારને તાત્કાલિક ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
બનાવની જાણ થતા જ ખંભાળિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઓવરટેક કરવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
આ અકસ્માતના કારણે સ્થાનિકોમાં ભારે શોકનો માહોલ છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.(૨.૭)
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
