News of Thursday, 5th November 2026
ગારિયાધારથી રાજકોટ રૂટની એસટી બસ અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: યુવકનું ઘટના સ્થળે જ મોત
બાબરાના ચરખા નજીક અકસ્માત :ઇકો કારમાં સવાર બાબરાના પાનસડા ગામના અશોક કાચા નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત :ઇકો કારના ચાલક મૌલિક ઠુમ્મરને ગંભીર ઇજા

અમરેલી જિલ્લાના બાબરાના ચરખા નજીક ગારિયાધારથી રાજકોટ રૂટ પર દોડતી એસટી બસ અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર બાબરાના પાનસડા ગામના અશોક કાચા નામના યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ઇકો કારના ચાલક મૌલિક ઠુમ્મરને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
