તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
સુરેન્દ્રનગરની સી.યુ.શાહ ગ્રાન્ટેડ શાળાનો ધોરણ ૯નો વર્ગ બંધ કરાતા ઉપવાસ શરૂ
શિક્ષકો સ્વખર્ચે શાળા શરૂ રાખવા ઈચ્છે છે પણ શિક્ષણ વિભાગને જ રસ નથી પૂરતી સંખ્યા ન હોવાનું બહાનું દેતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં: વાલીઓ અને વિદ્યાર્થીઓનો ભૂખ્યા પેટે સંઘર્ષ

(ફૈજલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ તા.રર, સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી શાળાઓ બંધ થઈ રહી છે ખાસ કરીને શહેરી વિસ્તારમાં આવેલી શાળાઓમાં પ્રત્યેક વર્ગમાં ૩૬ વિદ્યાર્થીઓની સંખ્યા થવી જરૂરી છે પરંતુ સુરેન્દ્રનગરની ૧૦ થી વધુ એવી શાળાઓ છે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ૩૬ થઈ રહી હતી જેને લઈને વર્ગખંડો ધીમે ધીમે સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓના બંધ થઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ ગ્રાન્ટેડ શાળાનું ધોરણ ૦૯ નો વર્ગખંડ આજથી બંધ કરી દેવામાં આવ્યો છે જેને લઈને ૨૨ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.
શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરી અને ૨૨ જેટલા વિદ્યાર્થીઓને આજથી લિવિંગ સર્ટી આપી દેવા અંગેની શાળાને સૂચનાઓ આપી દેવામાં આવી છે જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળ્યો છે આજે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શાળાએ ગયા ત્યારે શિક્ષકોએ કહ્યું કે આજથી ધોરણ નવ નો વર્ગ ક્લાસ બંધ થઈ ગયો છે જેથી તમારે અન્ય શાળામાં એડમિશન લેવું પડશે ત્યારે વિદ્યાર્થીઓને વાલીઓ પણ ચોકી ઉઠ્યા હતા ત્યારે થોડા સમય માટે શાળાના કમ્પાઉન્ડમાં હોબાળો પણ થયો હતો અને શાળા સંચાલકો દોડી પણ આવ્યા હતા જોકે વાલીઓ અને સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી ત્યારે જવાબ મળ્યો કે પૂરતી સંખ્યા ન હોવાના કારણે વર્ગખંડ બંધ કરવાની નોબત સર્જાય છે.
ત્યારે આ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાના કમ્પાઉન્ડમાં જ ઉપવાસ ઉપર ઉતરી ગયા છે જ્યાં સુધી શાળા શરૂ કરવાનો નિર્ણય નહીં કરવામાં આવે અને વર્ગખંડ નવ શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી તમામ ૨૨ જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપવાસ આંદોલન ઉપર બેસી રહેશે ત્યારે આ અંગે ટ્રસ્ટી મંડળ અને શાળાના સંચાલકો પણ દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. પૂર્વ વિદ્યાર્થી કમલેશભાઈ કોટેચા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૬૦ વર્ષ જૂની આ શહેરની પ્રથમ ઇંગ્લીશ મીડીયમ શાળા છે ત્યારે આ શાળામાં ધોરણ નવ નો વર્ગખંડ બંધ કરી દેવામાં આવ્યો છે જેમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને હાલ ઉદ્યોગપતિઓ અને સારા હોદ્દા ઉપર નોકરીઓ કરી રહ્યા છે ત્યારે આ વાત સાંભળી અને પૂર્વ વિદ્યાર્થી કમલેશ કોટેચા સહિતના આગેવાનો દોડી આવ્યા હતા અને પોતે ઉપવાસ આંદોલન ઉપર ઉતરી ગયા હતા જ્યાં સુધી શાળા નો ધોરણ વર્ગખંડ નવનો ક્લાસ શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ પર ઉતારવાની ચીમકી આપવામાં આવી છે. શાળાના આચાર્ય કાજોલીબેન કપાસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે સ્વખર્ચે શાળા ચલાવવા માટે તૈયાર છીએ પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા ૨૨ વિદ્યાર્થીઓની બાબત પકડીને રાખવામાં આવી છે અને શાળા બંધ કરવાની ફરજ પાડવામાં આવી છે ભલે કોઈપણ પ્રકારની ગ્રાન્ટ આપવામાં ન આવે અથવા તો કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં ના આવે અમે સ્વખર્ચે શાળા ચલાવીશું અને ધોરણ ૦૯ ના વિદ્યાર્થીઓનો અભ્યાસના બગડે તેની તકેદારી રાખીશું ફક્ત શિક્ષણ વિભાગે એક નવમું ધોરણ ચાલુ વર્ષે ચાલુ રાખવા દેવામાં આવે તેવી હમારી પણ માંગ છે અને આશા છે. તમામ વિદ્યાર્થીઓ છે કે નાના અને મધ્યમ પરિવારમાંથી આવે છે ત્યારે તેમને ફી પણ પોસાય તેવી પરિસ્થિતિ નથી. આવા સંજોગોમાં અમે ખર્ચ ઉઠાવી અને શાળા ચાલુ રહે તેઓ અમારો આગ્રહ છે.
સુરેન્દ્રનગર શિક્ષણ અધિકારી અરવિંદ ઓઝા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૩૬ ની પૂરી સંખ્યા નથી એટલે ફરજિયાત સરકારના નિયમ મુજબ શહેરી વિસ્તારમાં શાળા ચલાવવી હોય તો ૩૬ ની સંખ્યા જોઈએ આ શાળામાં ૩૬ ની સંખ્યા ન હોવાના કારણે બંધ કરવી પડશે ૨૨ ની સંખ્યામાં શાળા ચલાવી શકાય તેવી પરિસ્થિતિ નથી ત્યારે શિક્ષણ વિભાગ અડગ છે વાલીઓ અને શિક્ષકોની માંગ છે કે આ શાળા ચાલુ રાખવા દેવામાં આવે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
