તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Friday, 24th July 2026
અમરેલીના લીલીયામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ખેતરો સંપૂર્ણપણે જળમગ્ન: ખેડૂતોના ઉભા પાક પાણીમાં ગરકાવ
વ્યાપક જળબંબાકારને પગલે હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશતથી સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ ફેલાયો

અમરેલીના લીલીયામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ખેતરો સંપૂર્ણપણે જળમગ્ન બની જતાં ખેડૂતોના ઉભા પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ડ્રોન કેમેરાથી લેવાયેલા દૃશ્યોમાં ખેતરોમાં ચારેય તરફ બેટ જેવા દ્રશ્યો અને પૂરના પાણી ફરી વળેલા સ્પષ્ટ જોઈ શકાય છે, જેના કારણે પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ વધી ગઈ છે. આ વ્યાપક જળબંબાકારને પગલે હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશતથી સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ ફેલાયો છે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
