<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

સુરેન્‍દ્રનગરમાં વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો પર ચિંતાના વાદળો ફરી વળ્‍યાં

વાવેતર નિષ્‍ફળ જવાના એંધાણ ૩ તાલુકામાં બે ઈંચ કરતા પણ ઓછો તલ કપાસ જેવા પાકોના વાવેતર સૂકાવા લાગ્‍યા મજૂરોએ આશા મૂકી દેશ તરફ મીટ માંડી

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૨૨: સુરેન્‍દ્રનગર જિલ્લામાં વરસાદ કયાં થયો છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં સાત લાખ હેક્‍ટર જમીન ઉપર વાવેતર નો વિસ્‍તાર છે ચાલુ વર્ષે ૪.૫૦ લાખ એક્‍ટર જમીન ઉપર ખેડૂતો દ્વારા કપાસના મગફળી લીલો ઘાસચારા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્‍યું છે પરંતુ વાવેતર બાદ સુરેન્‍દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાયો છે જેને લઇને જિલ્લા ના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સુરેન્‍દ્રનગર જિલ્લો કપાસ ઉત્‍પાદનનું હબ ગણવામાં આવે છે ત્‍યારે સૌથી વધુ કપાસનું ઉત્‍પાદન સુરેન્‍દ્રનગર જિલ્લામાં થતું હોય છે ત્‍યારે ચાલુ વર્ષે પણ સુરેન્‍દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ૦૩ લાખથી વધુ હેક્‍ટર જમીન ઉપર કપાસનું વાવેતર કરવામાં આવ્‍યું છે. પરંતુ સુરેન્‍દ્રનગર જિલ્લામાં જેવો વરસાદ જોઈએ તેવો પડવા પામ્‍યો નથી ખેતીલાયક અને ખેતીને ફાયદો થાય તેવો વરસાદ થયો નથી જેને લઇને વાવેતર બાદ ખેડૂતોના જીવ પણ તાળવે ચોટી ગયા છે કારણ કે ખેડૂતો દ્વારા મોંઘી દવાઓ મોંઘા બિયારણો અને મોંઘી મજૂરી અને મોંઘા ખાતરોનો ઉપયોગ કરી અને વાવેતર કરવામાં આવ્‍યું છે પરંતુ હવે આ વાવેતર છે તે સુકાવા લાગી હોય તે પ્રકારની પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે એટલે ફરી એક વખત સુરેન્‍દ્રનગર જિલ્લાના ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે.

 જિલ્લામાં સરેરાશ પ્રત્‍યેક તાલુકાઓમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકવા પામ્‍યો છે જે વાવણી લાયક નથી ત્‍યારે આ અંગે હવે ખેડૂતો દ્વારા શોક વ્‍યક્‍ત કરવામાં આવી રહ્યો છે કપાસના ઉત્‍પાદનને સૌથી મોટું નુકસાન જવાની પરિસ્‍થિતિ સર્જાઇ છે ત્‍યારે બીજી તરફ સુરેન્‍દ્રનગર જિલ્લામાં પૂરતી સિંચાઈની સુવિધા નથી જિલ્લાના પાંચ તાલુકાઓમાં સિંચાઈ માટે નર્મદાની કેનાલો પણ નથી અને પૂરતાસ્ત્રોત પણ નથી એટલે પાંચ તાલુકાઓમાં સૌથી મોટી અસર વાવેતર બાદ સર્જાઇ જવા પામી છે. ત્‍યારે હવે ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે નહીંતર વાવેતર બળી જાય તેવા વર્તાઈ રહ્યા છે એટલે ખેડૂતોની મહેનત અને રૂપિયા પાણીમાં પડી જાય તે પ્રકારની પરિસ્‍થિતિ સર્જાઈ છે.

હવે ખેડૂતો ઈશ્વર ઉપર આધાર રાખીને બેઠા છે ત્‍યારે જિલ્લામાં સૌથી વધુ વરસાદ લીંબડી તાલુકામાં નોંધાયો છે લીંબડી તાલુકામાં ૦૯ ઇંચ જેટલો વરસાદ ચાલુ વર્ષે ખાબકવા પામ્‍યો છે અન્‍ય તાલુકાઓમાં ધાંગધ્રા માં મુળી તાલુકામાં અને થાનગઢ તાલુકામાં માત્ર ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો છે જેને લઈને હજુ ખેતરોમાં આ તાલુકાઓમાં વાવણી પણ થઈ નથી અને ખેડૂતોની ચિંતા વધી છે.

અત્‍યાર સુધીમાં જિલ્લામાં પડેલા વરસાદના આંકડાઓ,તાલુકો.  વરસાદ (ઈંચ), ધ્રાંગધ્રા. ૦૨, દસાડા. ૦૬, લખતર. ૦૭,વઢવાણ. ૦૬,મુળી. ૦૩,ચોટીલા. ૦૭,સાયલા. ૦૮, ચુડા. ૦૭, લીંબડી.  ૦૯, થાનગઢ.૦૩

આ અંગે મુળી તાલુકાના ખેડૂત રામકુભાઇ કરપડા સાથે વાત કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે સુરેન્‍દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાયો છે વરસાદ ખેંચાયો હોવાના કારણે વાવેતર નિષ્‍ફળ જવાના એંધાણ છે અને ચાલુ વર્ષે ખેતીમાં કાંઈ વળે તેવી પરિસ્‍થિતિ નથી કારણ કે વાવેતર પાછળ ખર્ચો કરવામાં આવ્‍યો છે પરંતુ તેની સામે વરસાદ થવો જોઈએ તે થયો નથી જેને લઇ કપાસ તલ મગફળી જેવા પાકોને નુકસાન છે અને હજુ પણ પાંચ થી સાત દિવસમાં વરસાદ નહીં આવે તો વાવેતર બળી જશે ત્‍યારે આ અંગે પરઙ્ઘાંતીય મજૂરો પોતાના વતન તરફ પરત થવા લાગ્‍યા છે. ખાસ કરીને સુરેન્‍દ્રનગર જિલ્લાના ખેડૂતો ૩૫્રુ ભાગ સાથે આવા મજૂરોને વાવેતર કરવા માટે આપી દેતા હોય છે પરંતુ ચાલુ વર્ષે તેમાં કાંઈ વળે તેવી પરિસ્‍થિતિ ન હોવાના કારણે મજૂરો પણ પોતાના વતન તરફ મીટ માંડી અને હવે ખેતી મૂકી ચાલ્‍યા જાય છે ત્‍યારે ખેડૂતોને વધુ એક વખત પડ્‍યા પણ પાટુ જેવી પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે.

(10:49 AM IST)