<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ગોંડલ યાર્ડમાં ખેડૂતોનો હોબાળોઃ મરચાની હરરાજી સ્‍થગિતઃ છીણીયાના પૈસા આપવા અથવા ૫૦૦ ગ્રામ વજન કાપવાનું અટકાવવા ઉગ્ર માંગ

યાર્ડનાં સતાધીશોએ ખેડુતો અને વેપારીઓ વચ્‍ચે મીટીંગ ગોઠવી પણ મડાગાંઠ ઉકેલાઇ નહીઃ આજે પણ મરચાની હરરાજી બંધ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૩૦: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બુધવાર રાત થી મરચા ની પુષ્‍કળ આવક શરુ થઇ હતી.અને મરચા ની ૭૦૦ ભારી ની આવક નોંધાઈ હતી. દરમિયાન ભારીનાં છણીયાનું પાંચસો ગ્રામ વજન વેપારીઓ દ્વારા કપાત કરાતુ હોય  મરચાં વેચવા આવેલા ખેડૂતોએ વિરોધ નોંધાવતા મરચાની હરરાજી સ્‍થગિત કરી દીધી છે.યાર્ડ નાં વાઇસ ચેરમેન ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા ડીરેકટર ફુલભાઈ ટોળીયાએ મધ્‍યસ્‍થી કરી ખેડુતો તથા વેપારીઓ વચ્‍ચે મીટીંગ ગોઠવી હતી.પણ આ મુદ્દે કોઈ ઉકેલ નહી આવતા નડાગાંઠ સર્જાઇ છે.ખેડૂતોએ આજે પણ મરચા ની હરરાજી નો બહિષ્‍કાર કર્યો છે.અલબત્ત અન્‍ય જણસીઓની હરરાજી પુર્વવત રહી હતી.  ખેડૂતોનો મુખ્‍ય વિરોધ મરચાને પેક કરવા માટે વપરાતા છીણીયા અને તેમાં કાપવામાં આવતા વજનને લઈને છે.

સનાડા ગામના ખેડૂત યતીનભાઈ અને અન્‍ય ખેડૂત નીરુભાઈના જણાવ્‍યા અનુસાર, ખેડૂતોને મરચાં ભરવા માટેનું એક છીણીયું ૧૨૦ રૂપિયામાં પડે છે. આમ છતાં, વેપારીઓ દ્વારા ખરીદી વખતે મરચાના વજનમાંથી ૫૦૦ ગ્રામ વજન કાપી લેવામાં આવે છે અને છીણીયાના પૈસા પણ મળતા નથી. ખેડૂતોની સ્‍પષ્ટ માંગ છે કે કાં તો આ ૫૦૦ ગ્રામ વજન બાદ કરવાનું સદંતર બંધ કરવામાં આવે, અથવા તો ખેડૂતોને બિલમાં છીણીયાના ૧૦૦ થી ૧૨૦ રૂપિયા રોકડા ચૂકવવામાં આવે. ખેડૂતોએ આક્રોશ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે અમરેલી, રાજકોટ અને જામનગર જેવા અન્‍ય માર્કેટિંગ યાર્ડમાં આ રીતે ૫૦૦ ગ્રામ વજન કાપવામાં આવતું નથી, તો માત્ર ગોંડલ યાર્ડમાં જ આવો નિયમ શા માટે છે?. ખેડૂતોએ ચીમકી આપી છે કે જ્‍યાં સુધી તેમના આ પ્રશ્‍નનો યોગ્‍ય ઉકેલ નહીં આવે ત્‍યાં સુધી તેઓ હરરાજી શરૂ થવા દેશે નહીં અને આખો દિવસ યાર્ડમાં બેસી રહેશે. જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ પોતાના મરચાં ગોંડલને બદલે અન્‍ય યાર્ડમાં વેચવા લઈ જશે. ખેડૂતોએ યાર્ડમાં શ્નજય જવાન, જય કિસાનઙ્ખ ના નારા પણ લગાવ્‍યા હતા. મરચા ની વિપુલ આવક વચ્‍ચે હરરાજી બંધ થતા બબાલ મચી જવા પામી હતી.જેને લઇ ને યાર્ડ નાં વાઇસ ચેરમેન ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા ડીરેકટર ફુલભાઈ ટોળીયા દોડી આવ્‍યા હતા.અને ખેડૂતો સાથે ચર્ચા શરુ કરી હતી.પરંતુ ખેડૂતો અને વેપારીઓ વચ્‍ચે આ મુદ્દે કોઈ ઉકેલ નહી આવતા સાંજે બેઠક રખાઇ હતી. બેઠક માં ખેડૂતો અને વેપારીઓ વચ્‍ચે કપાત નાં મુદ્દે ઉગ્ર બોલાચાલી થતા સમાધાન થઇ શકયુ ના હતું. અને ખેડૂતોએ આવતીકાલ શુક્રવાર નાં પણ મરચા ની હરરાજી નહી કરવા જાહેરાત કરતા મરચાની ભારે આવક વચ્‍ચે હરરાજી ઠપ્‍પ થતા ઉહાપોહ મચી જવા પામ્‍યો છે.

(11:48 AM IST)