<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

બોટાદમાં કપાસના પાકમા સુકારો આવતા ખેડૂતોને નુકશાન: ધારાસભ્ય ઉમેશ ઉમેશ મકવાણાએ સીએમને લખ્યો પત્ર

બોટાદ, ગઢડા, રાણપુર, બરવાળા તાલુકામાં કપાસના પાકની નુક્સાની અંગે સરવે કરી ખેડૂતોને સહાય ચુકવવા માગણી કરી.

બોટાદમાં કપાસના પાકમાં સુકારો આવ્યા ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું છે, ખડૂતોને નુકશાન મામલે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને નુકશાનીનો સર્વે કરવા માંગ કરી છે ધારાસભ્યએ પત્રમાં બોટાદ, ગઢડા, રાણપુર, બરવાળા તાલુકામાં કપાસના પાકની નુક્સાની અંગે સરવે કરી ખેડૂતોને સહાય ચુકવવા માગણી કરી છે . કપાસના પાકમાં સુકારો સમગ્ર બોટાદ જિલ્લામાં ખેડૂતોને ભારે નુક્સાન થયાની ધારાસભ્યની રજૂઆત કરી છે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રીને લેખિત રજૂઆત કરી સહાયની માગણી કરી છે.

(1:34 PM IST)