News of Monday, 20th July 2026
અમરેલીના ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થતાં ખેડૂતોમાં આનંદની લાગણી
ગીર વિસ્તારનું આકાશ દિવસભર વાદળોથી ઘેરાયેલું રહ્યું અને બાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો

અમરેલી જિલ્લાના ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. ગીર વિસ્તારનું આકાશ દિવસભર વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું અને બાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થતાં ખાસ કરીને બિનપિયત ખેતી કરતા ખેડૂતોને મોટી રાહત મળી છે. વરસાદને કારણે ખેતીના પાકને નવી આશા મળી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ છવાયો છે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
