તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
ઉપલેટામાં ખેડૂતોના સુત્રોચ્ચાર
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર બરખાસ્ત કરો એફઆઇઆર કરો

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૧૨: ૧૦ ઓક્ટોબરના રોજ દિલ્હીમાં યુવાનો વિદ્યાર્થીઓ દ્વારા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર ને બરખાસ્ત કરો અને તેમના ઉપર પોલીસ કાર્યવાહી કરી એફઆઇઆર કરો ની માંગ સાથે જંતર મંતર ઉપર ધરણા દેખાવો કાર્યક્રમના સમર્થનમાં સંયુક્ત કિસાન મોરચા એ દેશભરના ખેડૂતોને ધારણા દેખાવો રાત્રી મશાલ સરઘસ જેવા કાર્યક્રમો કરી દેશના મુખ્ય ચૂંટણી કમિશનર વોટ ચોર ગાદી છોડ ની માંગ કરવા આહવાન કર્યું હતું
ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લા સમિતિએ ઉપલેટા ના શહીદ ભગતસિહ ચોકમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત કરી સૂત્રચાર અને દેખાવો યોજવામાં આવ્યા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કરતા કિસાન સભા ના રાજ્ય પ્રમુખ ડાયાભાઈ ગજેરા એ જણાવ્યું હતું કે દેશમાં ચૂંટણી પંચ એ સ્વાયત સંસ્થા છે બંધારણે ચૂંટણી પંચને લોકશાહીમાં નિર્ભયતાથી અને પારદર્શિતાથી ચૂંટણી યોજવાની સંપૂર્ણ સત્તા છે તે ચૂંટણી પંચને વર્તમાન કેન્દ્ર સરકારે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી ની નિમણૂક કરવાના કાયદાઓમાં ફેરફાર કરી કેન્દ્ર સરકાર પોતાની ઈચ્છા મુજબ ચૂંટણીઓ કરાવે તે અંગે ધ્યાનેષકુમારની મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ જ્ઞાનેશ કુમારના કાર્યકાળ દરમિયાન યોજાયેલ જુદા જુદા રાજ્યોની ચૂંટણીઓમાં મતોના ગોટાળાઓ અને એસઆઇઆરને નામે લોકોના મત ને મતદારયાદીમાંથી બાકાત કરવાના જે ગોટાળા કરવામાં આવ્યા તેને પરિણામે દેશની લોકશાહી જોખમમાં આવી ગઈ હોય એવી પ્રતીતિ દેશના વિદ્યાર્થીઓ નવ યુવાનોને થઈ રહી છે સરકારને તાનાશાહી પૂર્ણ નિર્ણયો થી દેશની યુવા પેઢી વિદ્યાર્થીઓ ત્રાહિમામ છે ત્યારે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેષકુમાર દ્વારા કરવામાં આવેલી શંકાસ્પદ કાર્યવાહી ગુનાહિત છે માટે તેમને પદ ઉપરથી બરખાસ્ત કરવામાં આવે અને તેમની સામે પોલીસ કાર્યવાહી કરી એફઆઇઆર કરવાની માંગ સાથે યોજાયેલ કાર્યક્રમ ગુજરાત કિસાન સભાના રાજકોટ જિલ્લા પ્રમુખ કારાભાઈ બારૈયા ઉપપ્રમુખ દેવનભાઈ વસોયા સહમંત્રી ખીમાભાઈ રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શહીદ ભગતસિહ ચોકમાં ખેડૂતોએ સૂત્રોચાર કર્યા હતા.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
