તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st November 2026
જૂનાગઢમાં હાઈટેન્શન વીજલાઈન મુદ્દે ખેડૂતોનો વિરોધ
કાંકસા ગામે ખેડૂતોમાં રોષ: વીજલાઈનના કામ સામે ઉગ્ર પ્રદર્શન

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના કાંકસા ગામે હાઈટેન્શન વીજલાઈન નાખવાના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીજલાઈનના કામને લઈને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, વીજલાઈન નાખવાથી તેમની ખેતીની જમીન અને પાકને નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત જમીનના વળતર અને અન્ય પ્રશ્નોને લઈને પણ ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોએ તંત્ર સમક્ષ પોતાની રજૂઆતો કરી છે અને યોગ્ય ઉકેલ આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની તૈયારી દર્શાવી છે.આ મામલે તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર ખેડૂતોની નજર મંડાયેલી છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
