તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
જૂનાગઢના માંગરોળના 10 થી વધુ ગામમાં કરાતા જમીનના સર્વે સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ
સર્વે ચાલુ રહેશે તો આંદોલનની ખેડૂત આગેવાનોની ચીમકી :નાયબ કલેકટરનો દાવો ખેડૂતોની ખાનગી જમીનનો સર્વે હાલ બંધ કરાયો

જૂનાગઢના માંગરોળ તાલુકાના 10 થી વધુ ગામમાં કરાતા જમીનના સર્વે સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. જમીનના પેટાળમાં રહેલા સફેદ પથ્થર સહિતના તત્ત્વોના સર્વેનો વિરોધ કરાયો છે.. ખાનગી કંપની દ્વારા સર્વે શરૂ કરાતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે,. 10 દિવસ પહેલા ખેડૂતોએ સર્વે અટકાવી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી, નાયબ કલેકટર રાજીવ ધડુકે ખેડૂત આગેવાનો સાથે બેઠક યોજી હતી, ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું ખાનગી કે સરકારી જમીનમાં કોઈપણ સર્વે નહીં થવા દઈએ. ફળદ્રુપ જમીન અને બાગાયત વિસ્તાર હોવાથી ખેડૂતો દ્વારા વિરોધ કરાયો છે, સર્વે ચાલુ રહેશે તો આંદોલનની ખેડૂત આગેવાનોએ ચીમકી આપી હતી . પ્રોજેક્ટ તાત્કાલિક અટકાવવા સરકાર સમક્ષ ખેડૂતોએ અપીલ કરી છે નાયબ કલેકટરે સમગ્ર મામલે કલેકટરને જાણ કરવાની ખાતરી આપી હતી નાયબ કલેકટરનો દાવો છે કે ખેડૂતોની ખાનગી જમીનનો સર્વે હાલ બંધ કરાયો છે. સરકારના વિવિધ વિભાગોના સર્વેના ભાગરૂપે પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનો નાયબ કલેકટરએ ખુલાસો કર્યો હતો . હાલ ખાનગી જમીન સંપાદન કે લીઝ આપવાની કોઈ જોગવાઈ ન હોવાનું તંત્રનું સ્પષ્ટીકરણ થયું છે .
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
