તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
ખેડુત આંદોલન : જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાકેશભાઈ(કાળુભાઇ)અમૃતિયાનો હુંકાર
ગામમાં અધિકારીઓ અને નેતાઓ માટે 144 ની કલમ લગાવી દેવામાં આવી છે હવે જોઈએ કોણ આવે છે તેવી પણ ચીમકી આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના જેતપર ગામેથી ખેડૂતો દ્વારા વીજપોલના વળતર બાબતે હાલમાં આંદોલન પાર્ટ 3 અંતર્ગત ગામો ગામ આવેદનપત્ર દેવામાં આવી રહ્યા છે બીજી બાજુ જેતપર ગામે જે ઉપવાસી છાવણી નાખવામાં આવી હતી તે આજની તારીખે પણ ચાલુ છે અને ત્યાં જુદા જુદા ગામના ખેડૂતો મહિલાઓ સહિતના લોકો આવે છે અને પ્રતિક ઉપવાસ કરતા હોય છે તેવામાં ગઈકાલે રાત્રે રાકેશભાઈ અમૃતિયા દ્વારા આગામી સમયમાં જેતપર ગામે 10 લાખ લોકોને ભેગા કરીને આંદોલનમાં આગળ શું કરવું તે નક્કી કરશું તેવો હુકાર કરવામાં આવ્યો હતો અને ગામમાં અધિકારીઓ અને નેતાઓ માટે 144 ની કલમ લગાવી દેવામાં આવી છે હવે જોઈએ કોણ આવે છે તેવી પણ ચીમકી ઉતરવામાં આવી હતી.
મંગળવારની રાત્રે ઉપવાસી છાવણી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રીના ભાઈ અને અગાઉ 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન કરનારા રાકેશભાઈ અમૃતિયા પણ હાજર રહ્યા હતા અને તેઓએ આગામી સમયમાં આંદોલન ઉગ્ર બનશે તે પ્રકારનો સંકેત આપ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે હાલમાં વરસાદની આગાહી હોવાના કારણે થોડું આંદોલન ધીમું પડ્યું છે પરંતુ અગાઉ જે 10 લાખ જેટલા લોકો ઉપવાસી છાવણી આવ્યા હતા તે તમામ દસ લાખ લોકોને જેતપર ગામે ભેગા કરવામાં આવશે અને ત્યારબાદ ખેડૂતો નક્કી કરશે કે આગળ આંદોલન કઈ રીતે ચલાવવું અને આગામી સમયમાં જરૂર પડશે તો ખરપિયા લેવાની પણ તૈયારી ખેડૂતો દ્વારા કરી લેવામાં આવી છે એટલે કે વરસાદ વિરામ લે ત્યાર બાદ ખેડૂતો ફરી પાછા મેદાનમાં આવે અને આંદોલન ઉગ્ર બને તેવી શક્યતાઓ હાલમાં રાકેશભાઈ અમૃતિયાના નિવેદન ઉપરથી દેખાઈ રહી છે
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
