તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
જેતપર ખેડુત આંદોલન : 'અદાણીનો અત્યાચાર ને ખેડુતોની દુર્દશા' નાટક નિહાળવા હૈયે હૈયુ દળાઈ તેટલી જનમેદની ઉમટી,: અનેક ગામોથી બસો ભરી લોકો પહોંચ્યા : જલ્પાબેન વરમોરા અને વર્ષાબેન શીરવી દ્વારા ખેડૂતોની વેદનાની નાટક સ્વરૂપે રજૂઆત, નાટક નિહાળવા ગામે-ગામથી બહેનો ઉમટ્યા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : જેતપર ગામમાં છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલા ખેડૂત ઉપવાસ આંદોલનને સમર્થન આપવા માટે આજે વિશેષ નાટક 'અદાણીનો અત્યાચાર ને ખેડુતોની દુર્દશા' નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખેડૂતો અને મહિલાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જેતપર આંદોલન છાવણી ખાતે નાટક નિહાળવા અને આંદોલનને સમર્થન આપવા માટે અત્યારે હકડેઠઠ મેદની ઉમટી પડી છે. આ કાર્યક્રમની સૌથી નોંધનીય બાબત એ છે કે, આસપાસના ગામેગામથી બહેનો ખૂબ મોટી સંખ્યામાં આ આંદોલનમાં પોતાનો સૂર પુરાવવા માટે ઉમટી પડી છે. આ નાટકમાં જલ્પાબેન વરમોરા અને વર્ષાબેન શીરવી પોતાના સચોટ અભિનય થકી ખેડૂતોની વર્તમાન સ્થિતિ, તેમની સમસ્યાઓ અને વેદનાને દર્શકો સમક્ષ જીવંત કરવાના છે. વિશાળ જનમેદની દ્વારા આ નાટકને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં ઉમટી પડેલી ભીડ એ સ્પષ્ટ સંદેશ આપે છે કે ખેડૂતોની એકતા અકબંધ છે અને તેમના અવાજને હવે વધુ બુલંદ બનાવવામાં આવી રહ્યો છે.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
