તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
સાયલામાં 50 ટકા ઓછો વરસાદ થયાનો ખેડૂતોનો દાવો: દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ઉઠી માગ
ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચ કરીને વાવેતર તો કર્યું પરંતુ સમયસર વરસાદ ન પડતાં મોલ સુકાવા લાગ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આ વર્ષે વરસાદે મોટી દગો દીધો છે. ખેડૂતોનો દાવો છે કે તાલુકામાં 50 ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. જેના કારણે ખેતી પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હવે સાયલા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ ઉઠવા પામી છે.
સાયલા પંથકમાં ચોમાસાની શરૂઆતથી જ વરસાદની ઘટ જોવા મળી રહી છે. ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચ કરીને વાવેતર તો કર્યું, પરંતુ સમયસર વરસાદ ન પડતાં મોલ સુકાવા લાગ્યો છે. કપાસ, મગફળી, બાજરી અને જુવાર સહિતના પાક પાણી વિના તરસી રહ્યા છે. કૂવા અને બોરમાં પણ તળ નીચા ગયા છે. ત્યારે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
