<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

ચોટીલા તાલુકામાં ખેતીવાડીમાં પૂરતો વીજ પુરવઠો ના મળતા ખેડૂતોનો વીજ કચેરીમાં હલ્લાબોલ કર્યો.

આગામી 15 દિવસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો ખેડૂતો અને પશુપાલકો ઘરવખરી તેમજ પશુપાલકો સાથે pgvcl કચેરીને ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી

સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં ખેતીવાડીમાં પૂરતો વીજ પુરવઠો ના મળતા ખેડૂતોનો વીજ કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો  સમગ્ર તાલુકામાં ખેડૂતોને નિયમિત અને પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો .વીજળી નિયમિત ન મળતા ખેડૂતોનો ઊભો પાક સિંચાઈના અભાવે બળી ને નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે, અગાઉ પણ વીજ કચેરીમાં રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ હતો  આગામી 15 દિવસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો ખેડૂતો અને પશુપાલકો ઘરવખરી તેમજ પશુપાલકો સાથે pgvcl કચેરીને ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી . .

(8:30 PM IST)