<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

જૂનાગઢના ઝાંઝરડા ગામે TP નંબર 5 અને 7 લાગુ કરવા સામે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા

ખેડૂતો ટ્રેક્ટર સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, જેમાં મહિલાઓએ પણ ભાગ લીધો: 40 ટકા જમીન સંપાદન સામે ખેડૂતોમાં વિરોધ

જૂનાગઢના ઝાંઝરડા ગામે TP નંબર 5 અને 7 લાગુ કરવા સામે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખેડૂતો ટ્રેક્ટર સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, જેમાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો. 40 ટકા જમીન સંપાદન સામે ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો હતો. ખેડૂતોનો દાવો છે કે વર્ષ 2023થી વાંધા અરજીઓ આપવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી અને અનેક રજૂઆતો બાદ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની તેમજ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખેડૂતો દ્વારા ચીમકી આપવામાં આવી છે.

(8:11 PM IST)