<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

સુરેન્દ્રનગરના લખતરના 33 ગામોના ખેડૂતો દ્વારા નર્મદાના પ્રશ્ને ધારાસભ્ય પીકે પરમારને રજૂઆત

ખેડૂતોએકેનાલની સાફ-સફાઈ અને પાણી ન પહોંચવાના પ્રશ્ને ધારાસભ્ય પીકે પરમારને આવેદન પાઠવ્યું.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાંથી ખેડૂતોના પ્રશ્નોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. લખતર તાલુકાના 33 ગામોના ખેડૂતો નર્મદા યોજના સંબંધિત વિવિધ મુશ્કેલીઓને લઈને એકઠા થયા હતા અને લખતર સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક ધારાસભ્ય પીકે પરમારની ઉપસ્થિતિમાં રૂબરૂ રજૂઆત કરી હતી. ખેડૂતોની આ રજૂઆતથી વિસ્તારમાં સિંચાઈના પાણીનો પ્રશ્ન ફરી એકવાર એરપોર્ટ પર આવ્યો છે.

 

ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં મુખ્યત્વે નર્મદા કેનાલોની ખરાબ હાલતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કેનાલોની યોગ્ય સાફ-સફાઈ ન થવી, કેનાલોમાં મોટા પ્રમાણમાં લીકેજ હોવું, ઓવર ટોપિંગ થવું તેમજ આસપાસના ખેતરોમાં ભેજ લાગવા જેવી ગંભીર સમસ્યાઓ અંગે ધારાસભ્યને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે, સમયસર મરામત ન થવાને કારણે તેમને ભારે નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે.

 

આ બેઠક દરમિયાન ખેડૂતોએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે વડલા, સાકર, અણીયારી, તલસાણા, તાવી સહિતના અનેક ગામોમાં કેનાલના અંતિમ છેડા સુધી પૂરતું પાણી પહોંચતું નથી. સિંચાઈ માટે પાણી ન મળવાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

(11:34 PM IST)