News of Wednesday, 29th July 2026
ઉર્જા વિભાગના ઠરાવ સામે સુરેન્દ્રનગર જિલ્લાના ૩૦ ગામના ખેડૂતો પરિવાર સાથે રોડ ઉપર ઉતર્યા
મેળાના મેદાનથી કલેકટર સુધી પદયાત્રા : ચાર ગણું વળતર અને વીમા કવચ આપવાની માંગઃ ૨૭૦ થી વધુ સરપંચોના લેટરપેડ પર રજુઆતઃ ૨૪ માંગ કરવામાં આવીઃ સ્વીકાર નહીં કરવામાં આવે તો ગાંધીનગર સુધી આંદોલન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૯: તાજેતરમાં ઉર્જા વિભાગ દ્વારા એક નવો પરિપત્ર કરવામાં આવ્યો છે પરંતુ હવે તેનો વિરોધ સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂ થઈ ગયો છે એક બાજુ ખેડૂતો પાવરગ્રીડ કંપની સામે વિરોધ નોંધાવી રહ્યા છે ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતું નથી અને કામો શરૂ કરી દેવામાં આવ્યા છે પોલીસનો ઉપયોગ કરી અને કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં થાંભલાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે ખેડૂતો વિરોધ નોંધાવ્યા બાદ વીજ કંપની દ્વારા એવો એક ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોને બજારભાવ કરતા બમણી રકમ ચૂકવવામાં આવશે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો આ નિર્ણયથી નારાજ છે.
સુરેન્દ્રનગર ના ૩૦ જેટલા ગામોના ખેડૂતો મેળાના મેદાન ખાતે એકત્રિત થયા હતા અને સુરેન્દ્રનગર કલેકટર કચેરી સુધી પદયાત્રા યોજવામાં આવી હતી ૧૦૦૦થી વધુ ખેડૂતો પોતાના પરિવાર સાથે આ પદ યાત્રામાં જોડાયા હતા જેમાં ખેડૂતો પોતાના નાના બાળકોને પણ સાથે રાખી અને હકની લડાઈ માટે મેદાને ઉતર્યા હતા. પોલીસ અધિકારીઓ પણ આ યાત્રા સાથે ચાલ્યા હતા.
ખેડૂતોની મુખ્ય અંગ એ છે કે માર્કેટ ભાવ કરતાં ચાર ગણું જમીનનું વળતર આપવામાં આવે સરકાર દ્વારા કરવામાં આવેલો પરિપત્ર રદ કરવામાં આવે અને કંપની હિતમાં લેવાયેલા નિર્ણયો પરત ખેંચવામાં આવે આ યાત્રામાં વઢવાણ સુરેન્દ્રનગર ધાંગધ્રા મૂળી સહિતના ખેડૂતો જોડાયા હતા અને કલેક્ટરને આવેદન પત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી જેમાં ૨૭૧ જેટલા ગામોના સરપંચોના લેટરપેડ વાળા ઠરાવ પણ સામેલ કરી અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને ફાઈલ સોંપવામાં આવી હતી. જો કરવામાં આવે તો અગામી સમયમાં ગાંધીનગર સુધી લડત આપવાની તૈયારી દેખાડવામાં આવી છે જોકે રેલી બાદકલેક્ટર કચેરીમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
ખેડૂતોની મુખ્ય માંગો
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા મુખ્ય માગણીઓમાં સરકાર દ્વારા જમીન નો ચાર ગણું વળતર આપવામાં આવે આ ઉપરાંત સરકાર અને વીજ વિભાગે કરેલો પરિપત્ર રદ કરવામાં આવે આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વીજ થાંભલા નીચે કોઈ અકસ્માત થાય તો તેનો વીમો આપવામાં આવ્યો નથી ત્યારે આ અંગે વિચારણા કરી અને જો કોઈ અકસ્માત થાય તો તેનો વીમો ચુકવણી કરવાની પણ માંગ કરવામાં આવી છે આ ઉપરાંત પૂરેપૂરું વળતર પહેલાં ચૂકવવામાં આવે બને ત્યાં સુધી રણ વિસ્તારમાંથી વીજ લાઈન કાઢવામાં આવે જેથી તે ખેડૂતોને કીમતી જમીનને નુકસાન ન થાય આ ઉપરાંત શકય હોય તો ખેડૂતોની બંજર જમીનમાં થાંભલાઓ ઊભા કરવાની પણ માંગ કરવામાં આવી હતી અને ત્રીજી માંગ એ કરવામાં આવી હતી કે અંડર ગ્રાઉન્ડ રીતે વાયર નાખવામાં આવે અને થાંભલા નું જે સ્ટેન્ડ છે તે કદ અને સ્ટેન્ડ ઘટાડી નાના થાંભલો ઊભા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી આ તમામ માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો અગામી સમયમાં ગાંધીનગર સુધી લડત આપવાની તૈયારી ખેડૂતોએ દેખાડી છે.
૨૦૦૦ થી વધુ ખેડૂતો
રેલીમાં જોડાયા
ધાંગધ્રા તાલુકાના ખેડૂત શક્તિસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી સમયમાં જો સરકાર આ મુદ્દો વિચારણા નહીં કરે અને ખેડૂતોને હક અને ન્યાય નહિ અપાવડાવે તો ગાંધીનગર સુધી આ મુદ્દે લડત આપવામાં આવશે આજે આ લડતમાં ૨૦૦૦ જેટલા ખેડૂતો જોડાયા છે અને તેમના પરિવારજનો પણ મેદાને આવ્યા છે
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
