<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

મુસાફરોને બચાવવા હિંમતથી લડેલ સાવરકુંડલાના જમાઈ કેપ્‍ટન સ્‍મિત મચ્‍છર પર પરિવારને ગર્વ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા., ૩:  દુબઈથી તેલ અવીવ જતી ફ્‌લાયદુબઈની ફ્‌લાઈટમાં કાલે બનેલી ગંભીર ઘટનામાં હિંમતપૂર્વક મુસાફરોનો બચાવ કરનાર સ્‍મિત મચ્‍છરના કૌટુંબિક સાળા હિરેનભાઈ જોગીએ જણાવ્‍યું છે કે એ અમારા બનેવી થાય અમને તેમના પર ગર્વ છે. હાલમાં એમની સારવાર ચાલી રહી છે. સ્‍મિત મૂળ સુરેન્‍દ્રનગર જિલ્લાના વઢવાણ ગામના વતની છે. તેમનો સમગ્ર પરિવાર મુંબઇમાં સ્‍થાયી છે. સ્‍મિતનું સ્‍કૂલિંગ આગળનો અભ્‍યાસ પણ મુંબઇમાં જ થયો હતો વર્ષ ૨૦૧૨માં તેમના લગ્ન થયા હતા. મુંબઈમાં લગભગ ૧૧ વર્ષ નોકરી કર્યા બાદ તેઓ ફ્‌લાયદુબઈ એરલાઈન્‍સ સાથે જોડાયા હતા. તેમની એવિએશન કારકિર્દી દરમિયાન મુંબઈમાં લાંબો સમય સેવા આપી અને બહોળો અનુભવ મેળવ્‍યા પછી તેઓ આગળ વધ્‍યા હતા. સસરા જયસુખભાઈ જોગી અને સાળા હિરેનભાઈ જોગી સાથે વાતચીતમાં જણાવવામાં આવ્‍યું કે પરિવાર હાલ ખૂબ જ ચિંતિત છે. હિરેનભાઈ જોગીએ કહ્યું કે કાલની ઘટનામાં તેમણે હિંમતપૂર્વક પેસેન્‍જરોનો બચાવ કર્યો, તે ખૂબ કેપ્‍ટન સરાહનીય છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે અને અમને છે. તેમની પર ગર્વ છે.કેપ્‍ટન સ્‍મિત મચ્‍છરની હિંમત અને જવાબદારીભરી કાર્યવાહીએ માત્ર પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્‍યું . છે. પરિવાર તેમની ઝડપી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યો છે.

(11:18 AM IST)