<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામે ઘરમાં ઘૂસી પરિવાર પર હૂમલો કરાયો

 

વઢવાણ તા.૨૦: મોટી માલવણ ગામના શૈલેષભાઈ નરશીભાઈ પટેલ પોતાના પરિવાર સાથે ઘરે હતા ત્‍યારે અગાઉની ફરિયાદના મનદુઃખને કારણે મહિલાઓ સહિતનું એક ટોળું ઘાતક હથિયારો સાથે તેમના ઘરમાં ઘૂસી ગયું હતું. હુમલાખોરોએ અપશબ્‍દો બોલવાનું શરૂ કર્યું હતું.

શૈલેષભાઈ અને તેમના પરિવારે અપશબ્‍દો બોલવાની ના પાડતા, હુમલાખોરોએ ધારીયા, ધોકા અને પાઇપ વડે તેમના પર હુમલો કર્યો હતો. તેઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.આ ઉપરાંત, ઘરની બહાર પાર્ક કરેલી કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. હુમલો કર્યા બાદ તમામ શખસો ઘટના સ્‍થળેથી નાસી છૂટયા હતા.

આ ઘટના અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે મહિલાઓ સહિત કુલ ૧૮ શખસો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

આ હુમલામાં ફરિયાદમાં જણાવાયું છે. તે મુજબ જયપાલ દેવશીભાઈ માકાસણા, જયેશ દેવજીભાઈ માકાસણા, દેવજી અમરશીભાઈ માકાસણા, સરોજબેન જયપાલભાઈ, રીટાબેન જયેશભાઈ, મહાદેવ ગોવર્ધનભાઈ, વિજયાબેન મહાદેવભાઈ, ભાવિક ઉર્ફે રઘો મહાદેવભાઈ, સની મહાદેવભાઈ, જીગ્નેશ રામજીભાઈ, રાજેશ ઉર્ફે મુન્નો રામજીભાઈ, મીનાબેન રાજેશભાઈ, વનિતાબેન જીગ્નેશભાઈ, ધર્મેશ ત્રિભુવનભાઇ, પાયલબેન ધર્મેશભાઈ, અંકિત ઘનશ્‍યામભાઈ, પ્રકાશ અરવિંદભાઈ, અનસુયાબેન દેવજીભાઈ (તમામ રહેઃ મોટી માલવણ, ધ્રાંગધ્રા) સામેલ છે.

(10:48 AM IST)