તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Wednesday, 18th November 2026
ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગયેલ ૧૫ વર્ષની કિશોરીનું પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ.
પરિવાર જનોએ તેમની દિકરીને સહી સલામત તેમના ઘરે પહોંચાડવા બદલ ટીમનો આભાર વ્યક્ત કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : તાજેતરમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે શનાળા રોડ પર નાયરા પેટ્રોલ પંપ સામે એક અજાણી કિશોરી એકલા બેઠા છે કિશોરી સરખું સરનામું પણ આપતા નથી અને કિશોરી શું બોલે છે તે કાંઈ સમજાતું નથી કિશોરી ખુબ જ ગભરાયેલી હાલતમાં છે અને કિશોરી ચિંતામાં છે.
જેના પગલે ૧૮૧ નાં કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ કાજલબેન તેમજ પાયલોટ યુવરાજસિંહ ઘટના સ્થળે કિશોરી ની મદદ માટે પહોંચ્યા હતા કિશોરીને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં સૌપ્રથમ કિશોરીને સાંત્વના આપી તેમજ કિશોરી સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.
ત્યારબાદ કિશોરીનું ખુબ જ સંવેદનશીલતા પૃવૅક કાઉન્સિલીગ કર્યું. કાઉન્સિલીગ દરમિયાન કિશોરી એ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ છતીષગઢ રાજ્ય નાં છે તેમના માતા પિતા અને ભાઈ બહેન બધા ત્યાં જ રહે છે પરંતુ કિશોરી છેલ્લા પંદર દિવસથી ટંકારાના લજાઈ ચોકડી પાસે એક પ્લાસ્ટિક બનાવવાની કંપનીમાં તેમનાં બેન -બનેવી સહિત નાં પરિવાર સાથે રહે છે. વધુમાં કિશોરી એ જણાવેલ હતું કે મારા બેન -બનેવી મને રોજ નાની નાની વાતમાં માનસિક રીતે ત્રાસ આપે છે તેમજ મારી સાથે ગેરવતૅન કરે છે અને અપશબ્દો બોલે છે તેમજ મારઝુડ કરે છે માટે હું ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર મારી મરજીથી બપોરના સમયે નીકળી ગઈ છું.
ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ તેમજ કિશોરી સાથે મારઝુડ ન કરવાં તેમજ માનસિક રીતે ત્રાસ ન આપવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવેલ તેમજ કિશોરી નું ધ્યાન રાખવા જણાવેલ.
આમ કિશોરી એ ઘરની બહાર ક્યારેય પણ ન નીકળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને તેમના પરિવાર સાથે રાજી ખુશીથી રહેવા જણાવેલ માટે કિશોરી ને તેમના બેન -બનેવીના ઘરે સહી સલામત સોંપવામાં આવેલ હોય તેમના પરિવાર જનોએ તેમની દિકરીને સહી સલામત તેમના ઘરે પહોંચાડવા બદલ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
