તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
ડાના જોબાળા ગામમાં નકલી ડોક્ટરનો પર્દાફાશ: ભાડાના મકાનમાં ચલાવતો દવાખાનું
કોઈપણ માન્ય ડિગ્રી વગર ભાડાના મકાનમાં દવાખાનું ખોલીને લોકોને એલોપેથીક દવાઓ આપતો:પોલીસ તપાસમાં તેની પાસેથી 38 જાતની અલગ-અલગ દવાઓ અને તબીબી સાધનો મળ્યા

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે ચુડા તાલુકાના જોબાળા ગામે દરોડા પાડીને એક નકલી એમ.બી.બી.એસ. ડોક્ટરને ઝડપી પાડ્યો છે. રાણપુર તાલુકાના નાગનેસ ગામનો નીતિન ધીરુભાઈ પટેલ નામનો શખ્સ કોઈપણ માન્ય ડિગ્રી વગર ભાડાના મકાનમાં દવાખાનું ખોલીને લોકોને એલોપેથીક દવાઓ આપતો હતો. પોલીસ તપાસમાં તેની પાસેથી 38 જાતની અલગ-અલગ દવાઓ અને તબીબી સાધનો મળી આવ્યા છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આ શખ્સ વિરુદ્ધ ચુડા પોલીસ મથકે ગેરકાયદે પ્રેક્ટિસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
