તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Monday, 5th October 2026
ધ્રાંગધ્રાના ભરાડા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો
વેસ્ટ બંગાળ થી આવેલોઃ ૧૦૫ પ્રકારની દવાઓ મળી આવી

વઢવાણ, તા. પ : ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે વગર ડિગ્રીએ ગેરકાયદેસર ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે રમત રમતા એક બોગસ ડોક્ટરને SOG ટીમે ઝડપી પાડ્યો છે.
દરોડા દરમિયાન સ્થળ પરથી પરીમલ સુભોલચંદ્ર રોય નામનો શખ્સ મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતા તેની પાસે ડોક્ટરની કોઈપણ ડિગ્રી કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ન હોવાનું સામે આવ્યું હતું. તે પોતાના ઘરમાં જ દવાખાનું ખોલીને બેઠો હતો અને ગામના ભોળા લોકોને પોતાની જાળમાં ફસાવીને તેમની સારવાર કરતો હતો.
SOG ટીમે સ્થળ પરથી તપાસ કરતા ૧૦૫ :કારની અલગ અલગ એલોપેથીક દવાઓ મળી આવી હતી. આ ઉપરાંત ઈન્જેક્શન, સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન સહિતના તબીબી સાધનો પણ મળી આવ્યા હતા. આ તમામ દવાઓ અને સાધનોની કુલ કિંમત ૩૮,૮૯૩ રૂપિયા જેટલી થાય છે, જે પોલીસે કબજે કરી છે.
પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આરોપી પરીમલ સુભોલચંદ્ર રોય મૂળ વેસ્ટ બંગાળનો રહેવાસી છે અને છેલ્લા પાંચ મહિનાથી ભરાડા ગામમાં રહીને આ ગેરકાયદેસર ક્લિનિક ચલાવતો હતો.
આ મામલે લ્બ્ઞ્ ટીમે આરોપી વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કર્યો છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
