News of Wednesday, 27th May 2026
આટકોટના મોટા દડવામાં બોગસ ડોક્ટર ઝડપાયો

આટકોટ, તા.૨૭: રાજકોટ ગ્રામ્ય SOG વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ડિગ્રી વિના એલોપેથીક પ્રેક્ટિસ કરતા સબંધીત ગેરકાયદેસર દવાઓના જથ્થા સાથે એક ઝડપાયો હતો. આટકોટ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ મોટા દડવા ગામમાં પોતાના જ ઘરે ડિગ્રી વગર લોકોને દવા આપતો હતો. વિભિન્ન ફાર્મા કંપનીની એલોપેથીક દવાઓ, ઇન્જેક્ટેબલ્સ, સાધનો ૯,૯૯૩/- જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપી ધર્મેશભાઇ ઉર્ફે લાલો સ/ઓ વિમલભાઇ ગોપીયાણીની આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
