News of Thursday, 5th November 2026
ભાવનગરના ચર્ચાસ્પદ કાજલ બારૈયા હત્યા કેસના આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારાઈ
કાજલ બારૈયા નામની યુવતીને જાહેરમાં નિર્દયતા પૂર્વક માર મારી હત્યા કરી હતી.

ભાવનગરના સૌથી ચર્ચાસ્પદ કાજલ બારૈયા હત્યા કેસના આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધીની ફટકારાઈ સજા. આરોપી ફૈઝલ ને અંતિમ શ્વાસ સુધી ની ફટકારવામાં આવી સજા. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.વી બુખારીએ આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને ફટકારી સજા. ફૈઝલ ઉર્ફે ખાટકી એ ગત 4- 9- 2026 ના રોજ કાજલ બારૈયા નામની યુવતીને જાહેરમાં નિર્દયતા પૂર્વક માર મારી હત્યા કરી હતી. આ બનાવમાં નીલમબાગ પોલીસે 4- 10 ના રોજ સમગ્ર ઘટનાની ચાર્જશીટ 1 મહિનામાં જ કોર્ટમાં દાખલ કરી હતી. કાજલ બારૈયા હત્યા કેસને આજે 62 દિવસ થયા. સમગ્ર પ્રકરણમાં ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
