<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

મોરબી-ટંકારામાં ફટાકડાના હંગામી લાયસન્સ અરજી કરવા માટે સમય મર્યાદામાં વધારો

તા. ૨૮-૧૦-૨૦૨૬ સુધી હંગામી ફટાકડા લાયસન્સ મેળવવાની અરજીઓ સ્વીકારવામાં આવશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી અને ટંકારા તાલુકામાં હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માટેની સમયમર્યાદા પૂર્ણ થઇ ચુકી છે જે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.


મોરબી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની યાદીમાં જણાવ્યા મુજબ તા. ૨૪-૦૯ મો જાહેર નોટીસથી દિવાળીના તહેવાર અન્વયે હંગામી ફટાકડા લાયસન્સ મળવા બાબતે વિવિધ અભિપ્રાયો મેળવવા માટે સમય લાગતો હોવાથી મોરબી અને ટંકારા તાલુકામાં તા. ૨૮-૦૯ થી તા. ૨૩-૧૦ સુધીમાં અરજી કરવા જણાવ્યું હતું જે અરજીઓ સ્વીકારવાની સમયમર્યાદામાં વધારો કરતા તા. ૨૮-૧૦-૨૦૨૬ સુધી હંગામી ફટાકડા લાયસન્સ મેળવવાની અરજીઓ સ્વીકારવામાં આવશે જેની નોંધ લેવા જણાવ્યું છે

(11:46 PM IST)