તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
વિદ્યાર્થીઓ માટે નવેમ્બરમાં લેવાશે પરીક્ષા : જીએસઈબીના ઐતિહાસિક નિર્ણયને આવકારતા જુનાગઢના નિલેશભાઈ સોનારા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના કારોબારી સભ્ય દ્વારા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાઝા અને સચિવ આર. આર. વ્યાસના નિર્ણયને આવકાર : પ્રાઇવેટ ઉમેદવારો અને કર્મચારીઓને પણ મળશે તક

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૩ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા શિક્ષણ અધૂરું રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માં અધૂરું રહી ગયેલું શિક્ષણ પૂર્ણ કરવા માટે નવેમ્બર માસમાં ખાસ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાઝા અને બોર્ડના સચિવ આર. આર. વ્યાસ દ્વારા લેવાયેલા આ વિદ્યાર્થીહિતકારી નિર્ણયને સમગ્ર ગુજરાતમાં આવકાર મળી રહ્યો છે.
આ નિર્ણયથી ધોરણ-૧૦ અને ૧૨ માં નાપાસ થયેલા કે કોઈ કારણસર અભ્યાસ છોડી દીધેલા વિદ્યાર્થીઓ પોતાનું વર્ષ બગાડ્યા વિના ફરી પરીક્ષા આપી શિક્ષણ પૂર્ણ કરી શકશે.
આ પરીક્ષામાં ખાનગી ઉમેદવારો પણ બેસી શકશે. સાથે સાથે સરકારી કે ખાનગી ક્ષેત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ હિન્દી, ગુજરાતી કે અંગ્રેજી જેવા કોઈપણ વિષયની પરીક્ષા આપી શકશે.
શિક્ષણના ઇતિહાસમાં પ્રથમ વખત નવેમ્બર માસમાં આ પ્રકારની પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે, જેને ક્રાંતિકારી પગલું ગણાવવામાં આવી રહ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના કારોબારી સભ્ય નિલેશભાઈ સોનારા દ્વારા આ પ્રજાલક્ષી નિર્ણયને બિરદાવી માન. શિક્ષણ મંત્રીશ્રી અને સચિવશ્રીનો આભાર વ્યક્ત કરાયો છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
