<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે દરેક ખેડૂત માટે હવે વાર્ષિક બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા e-KYC કરાવવી ફરજિયાત

એપ્રિલથી જુલાઈ 2026 ના પ્રથમ હપ્તા પહેલા પ્રક્રિયા પૂર્ણ નહીં કરનાર ખેડૂતોને નહીં મળે સહાય; સરકારે ઘરે બેઠા મોબાઈલ એપ સહિત 4 સરળ વિકલ્પો આપ્યા

જામનગર, તા. 10 : ભારત સરકાર દ્વારા દેશના કરોડો ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે યોજનાનો લાભ સત મેળવવા માટે તમામ લાભાર્થી ખેડૂતોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા e-KYC* કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

સરકારની નવી જોગવાઈ અનુસાર, દરેક નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા એટલે કે એપ્રિલથી જુલાઈ 2026 નો હપ્તો બેંક ખાતામાં જમા થાય તે પહેલા ખેડૂતોએ વાર્ષિક e-KYC ની પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે. 

૧ એપ્રિલ ૨૦૨૬ પછી જેમણે હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેવા લાભાર્થીઓને આગામી હપ્તાની રકમ મળશે નહીં. ખાસ નોંધ કે જે ખેડૂતોના PM-Kisan પોર્ટલ પર સ્ટેટસમાં અગાઉથી ‘Ekyc: Yes’ દર્શાવતું હોય તેઓએ પણ હવે નવા નિયમ મુજબ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ફરીથી e-KYC કરાવવું પડશે. આ પગલાનો હેતુ યોગ્ય અને પાત્ર ખેડૂતોને જ સમયસર સહાય મળે તે સુનિશ્ચિત કરવાનો છે.

ખેડૂતોને તકલીફ ન પડે તે માટે સરકારે e-KYC કરવાની 4 સરળ અને વિનામૂલ્યે પદ્ધતિઓ નક્કી કરી છે. ખેડૂતો પ્લે સ્ટોર પરથી PM-Kisan મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. "Login" માં જઈ "Login Type" તરીકે "Beneficiary" પસંદ કરીને આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબરની મદથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પોતાનું તેમજ અન્ય 100 લાભાર્થીઓનું e-KYC ઘરે બેઠા જ કરી શકે છે.

 ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ગામના ગ્રામસેવકશ્રી અથવા વિલેજ નોડલ ઓફિસરશ્રીનો સંપર્ક કરીને PM-Kisan એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન પદ્ધતિથી e-KYC કરાવી શકે છે. ખેડૂતો પોતાના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ગ્રામ પંચાયત ખાતે આવેલા "ઈ-ગ્રામ" કેન્દ્ર પર રૂબરૂ જઈને અંગૂઠા કે આંગળીના નિશાન દ્વારા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી e-KYC કરાવી શકે છે.

 બાકી રહી ગયેલા લાભાર્થીઓ તાલુકા કક્ષાના અધિકારીના લોગ-ઈન આઈડીમાં ‘Correction Module >> Biometric e-KYC PM Kisan’ પર જઈને પણ આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો કોઈપણ અવરોધ વિના અને સમયસર સીધો બેંક ખાતામાં જમા થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ખેડૂત મિત્રોને તાત્કાલિક પોતાની વાર્ષિક e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સમયસર e-KYC નહીં કરાવવાથી ખેડૂતો યોજનાના લાભથી વંચિત રહી શકે છે.

(4:48 PM IST)