તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
વરસતા વરસાદમાં પણ ન અટક્યો ઉત્સાહ, ન ઝાંખી પડી રાષ્ટ્રસેવાની ભાવના : જામનગરના સાંસદ પૂનમબેન માડમ રેલીમાં જોડાયા
નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પવિત્ર ભૂમિ વડનગરથી વારાણસી સુધી નીકળેલી બાઇક રેલીમાં ગુડગાંવ રૂટથી જામનગરના સાંસદ ઉપસ્થિત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૯ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પવિત્ર ભૂમિ વડનગરથી વારાણસી સુધી નીકળેલી બાઇક રેલીમાં ગુડગાંવ રૂટથી જામનગરના સાંસદ પૂનમબેન માડમ આ રેલીમાં જોડાઈને યુવાનોના જોશ અને જુસ્સાને વધાર્યો હતો.
રસ્તા પર ગૂંજતા ભારત માતાના જયઘોષ અને હૃદયમાં ધબકતો રાષ્ટ્રપ્રેમ - આ સેવાયાત્રા માત્ર પ્રવાસ નહીં, પરંતુ સેવા, સમર્પણ અને રાષ્ટ્રભાવનાનો જીવંત સંકલ્પ બની રહી છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
