News of Friday, 27th November 2026
દેવભૂમિ દ્વારકા સહિત ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા બાદ પણ ખેડૂતો સહાયથી વંચિત :કોંગ્રેસનો આક્ષેપ
પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યો કે ખેડૂતોને સહાયની રકમ ક્યારે ચૂકવાશે અને રાહતકાર્યોની શરૂઆત ક્યારથી થશે? પશુદીઠ 80 રૂપિયાની સહાયની જાહેરાતના એક મહિના બાદ કેટલા પશુપાલકોને લાભ મળ્યો તેવો પણ સવાલ કર્યો

દેવભૂમિ દ્વારકા સહિત ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા બાદ ખેડૂતોને સહાય ન મળ્યાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ આગેવાન પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યો કે ખેડૂતોને સહાયની રકમ ક્યારે ચૂકવાશે અને રાહતકાર્યોની શરૂઆત ક્યારથી થશે? પશુદીઠ 80 રૂપિયાની સહાયની જાહેરાતના એક મહિના બાદ કેટલા પશુપાલકોને લાભ મળ્યો તેવો પણ સવાલ કર્યો છે. બીજી તરફ, ભાજપ પ્રવક્તાએ કોંગ્રેસના આક્ષેપોને ફગાવ્યા છે. તેમણે જણાવ્યું કે કૃષિ વિભાગના રિપોર્ટના આધારે પાત્રતા ધરાવતા ખેડૂતોને નિયમ મુજબ સમયસર સહાય ચૂકવવામાં આવશે. સાથે જ કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે ન દોરે તેવી ટકોર કરી હતી.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
