તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
૩ દિવસ બાદ પણ જૂનાગઢના વળદ્ધાની હત્યા કરનારાની ઓળખથી પોલીસ દૂર
સીસીટીવી કેમેરાની તપાસ, શકમંદોની પૂછપરછ, પરંતુ કોઈ કડી નહીં

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૫: જૂનાગઢમાં ગિરિરાજ મેઇન રોડ નોબલ સ્કૂલની પાછળ આવેલ ચિત્રકૂટ સોસાયટીના સુનીતાબેન રમેશભાઈ રાયજાની હત્યા થયાને ત્રણ દિવસ પૂરા થયા છે. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે એડી ચોટીનું જોર લગાવ્યું છે છતાં પણ હજુ હત્યારાની ઓળખ મેળવવાથી પોલીસ દૂર રહેલ છે.
મંગળવારે સાંજે ૬ થી રાત્રિના ૯:૧૫ દરમિયાન ૫૦ વર્ષીય સુનીતાબેન તેમના ઘરે એકલા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સે આવી તિક્ષણ હથિયાર વડે હુમલો કરી ગળામાં આગળનો ભાગ કાપી નાખી વળધ્ધાની હત્યા કરી નાસી ગયો હતો.
હત્યાના આરોપીને પકડવા બી ડિવિઝન પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમો તપાસ કરી રહી છે. આરોપીઓને પકડવા પોલીસ દ્વારા ૧૩૦ સીસીટીવી કેમેરા તપાસવામાં આવેલ છે, તેમજ દૂધવાળા, પાડોશીઓ, ઘટના સમયે સ્થળ આસપાસથી પસાર થયેલા વાહન ચાલકો સહિત ૨૨ થી ૨૫ જેટલા શકમંદોની પૂછપરછ કરવામાં આવી છે. એલસીબી, એસઓજી, બી ડિવિઝન સહિતની ટીમોના ૬૦ થી ૭૦ જેટલા પોલીસ જવાનો કોલ ડિટેઇલ રેકોર્ડ તપાસી રહ્યા છે. સાથે સાથે શંકાસ્પદ સીડીઆરનું શોટશ્નગ હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન વળદ્ધા ના હત્યા કેસમાં કોઈ જાણ ભેદુ હોવાની પોલીસ શંકા સેવી રહી છે. કેમકે મરનાર પેરેલાઈસ હતા. એટલું જ નહીં મરનારના દાગીના ઘરમાંથી જ મળી આવ્યા હતા ઉપરાંત અન્ય દાગીનાઓ પણ ઘરમાં જ હોવાનું સામે આવ્યું હતું. આથી લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોય એવું જણાયું નથી. જેના કારણે ઘટના પાછળ જાણભેદુ જ હોવાની શંકા સેવાઈ રહી છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
