તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 2nd November 2026
લોકાર્પણના ૧૧ મહિના બાદ પણ કેશોદના સ્મશાન ગૃહમાં ‘ઠંડી' પડી છે ૪૨ લાખની ઇલેક્ટ્રીક ભઠ્ઠી!
લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે, તકતી લગાવી લોકાર્પણ તો કરી દેવાયું પણ તંત્ર ભઠ્ઠી શરૂ કરવાનું ભૂલી ગયુ! : હાલ ઉપલબ્ધ ડીઝલ ભઠ્ઠી પણ મૃતપાય અવસ્થામાં!: હાઈ ટેક ઇલે. ભઠ્ઠીને તાત્કાળી અસરથી શરૂ કરવા એક્ટિવિસ્ટ સિધ્ધપરાની માંગ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા. રઃ કેશોદના સ્મશાન ગળહમાં રૂપિયા ૪૨ લાખના ખર્ચે બેસાડવામાં આવેલ ઇલેક્ટ્રિક ભઠ્ઠી ના લોકાર્પણ થયાને લગભગ ૧૧ મહિના બાદ પણ હજુ ‘ઠંડી' જોવા મળતા આ અંગે આક્રોશ સાથે લોકો કટાક્ષમાં કહે છે કે, ગત ડિસેમ્બર માસમા તકતી લગાવી લોકાર્પણ તો કરી દીધું પણ જવાબદાર તંત્ર ભઠ્ઠી શરૂ કરવાનું ભૂલી ગયું! અત્રેના એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર હરસુખભાઈ સિધ્ધપરા એ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવેલ હતું કે, સમયની માંગને ધ્યાને લઈ મળતદેહોની દહન ક્રિયા માટે મારી જાણ મુજબ અંદાજે રૂપિયા ૪૨ લાખના ખર્ચે લગભગ એક વર્ષ પહેલા અત્યાધુનિક ઈલેક્ટ્રીક ભઠ્ઠી અત્રે ના સ્મશાન ગળહમાં રાખવામાં આવેલ છે. જેનું ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ રાજ્યના મંત્રી ડો. પ્રધ્યુમનભાઈ વાજા તથા ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે વિવિધ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવેલ. જેની તકતી પણ સ્મશાન ગળહમાં જોવા મળે છે. પરંતુ આヘર્યની વાત એ છે કે, આ અંગેના લોકાર્પણને પણ લગભગ ૧૧ માસ જેવો સમય વીતી જવા છતાં આજ દિન સુધી આ ઈલેક્ટ્રીક ભઠ્ઠી કોઈપણ કારણોસર શરૂ કરવામાં આવેલ નથી. તેમણે વધુમાં જણાવેલ કે, આ અંગે તંત્ર વાહકો સમક્ષ અનેક વખત રજૂઆતો તથા પૂછપરછ કરવામાં આવેલ છે પરંતુ ટૂંક સમયમાં આ ઇલે. ભઠ્ઠી શરૂ થઈ જશે તેવા દરવખતે જવાબદાર સંબંધી તો તરફથી માત્ર લુખ્ખા આશ્વાસનો આપવામાં છે. હાલ અંતિમ સંસ્કાર માટે વર્ષો જૂની પરંપરા મુજબ ત્રણ ખાટલા રાખવામાં આવેલ છે જેમાં લાકડાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત એક ડીઝલ ભઠ્ઠી પણ ઉપલબ્ધ છે. પરંતુ આ ડીઝલ ભઠ્ઠી પણ હાલ મળતપ્રાય અવસ્થામાં જણાઈ રહી છે! છેલ્લા લાંબા સમયથી શરૂ થવાની રાહમાં ધૂળ ખાઈ રહેલ આ નવી નકોર ઇલેક્ટ્રીક ભઠ્ઠી તાત્કાલિક અસરથી કાર્યરત કરવાની માંગણી સાથે એક્ટિવિસ્ટ શ્રી સિધ્ધપરા એ અંતમાં વેધક સવાલ ઉઠાવતા જણાવેલ હતું કે, સ્મશાન ગળહ ની આ હાઈટેક ભઠ્ઠી ને એવું તે કયું ‘ગ્રહણ' લાગ્યું કે, લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ છેલ્લા એક વર્ષથી આ ભઠ્ઠી બંધ રાખવાની ફરજપડી?! દરમિયાન આ અંગે પ્રતિભાવ જાણવા માટે પાલીકા પ્રમુખનો ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાતા, હાલ તેઓ મિટિંગમાં વ્યસ્ત હોવાનું જણાવેલ હતું
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
