<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

જામનગરમાં અંબર‌ ચોકડીએ નવા ફ્લાય ઓવર નીચે દબાણકતૉઓને હટાવવા ગયેલ એસ્ટેટ શાખાના કમૅચારીઓ પર થયો જીવલેણ હુમલો

કમૅચારીઓ પર પથ્થર મારો થતાં માથા ફૂટ્યા અને ઈજાગ્રસ્ત થયા :મનપાના હંગામી કર્મચારીને આંખમાં સ્પ્રે છાંટ્યો

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર : જામનગરના સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રીજ નીચે અંબર ટોકીઝ નજીક આવેલ ચોકડી પાસે દબાણ હટાવવા ગયેલ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટુકડી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એસ્ટેટ શાખાના કર્મચારી વિજય પ્રેમજી રાઠોડ, મહીપત દાઉદિયા, ચેતનસિંહ જાડેજા અને વિજયસિંહ ઝાલાને ઇજા થતા જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષ નેતા મોદી સહિતના અગ્રણીઓ પહોંચી ગયા હતા અને સારવાર અપાવી આગળની પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. (તસવીરો :કિંજલ કારસરીયા, જામનગર)

(10:39 PM IST)