તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
નેસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના તથા તેના સ્થાપક એચ.આર.જોષીને ૪ દાયકા પૂર્ણ
સહકારી ક્ષેત્રે ૪૦ વર્ષની સંઘર્ષમય કારકિર્દી બદલ એચ .આર .જોશી ભવ્યનું સન્માન કરાયું

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સર્વોત્તમ ડેરી)ના સ્થાપક એચ.આર.જોષીની સહકારી ક્ષેત્રે ૪૦ વર્ષની ઉજ્જ્વળ અને સંઘર્ષમય કારકિર્દી બદલ ભવ્ય અભિવાદન કરાયું સાથો સાથ અહીં નેસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ૪૦ વર્ષ પૂર્ણ થવાની ગૌરવપૂર્ણ ઉજવણી ભવ્યતાથી સંપન્ન કરવામાં આવી હતી. આ સન્માન સમારંભમાં ગોપનાથ ગાદીપતિ પ. પૂ. સંત શ્રી સીતારામ બાપુ, સનાતન ધર્મ પ્રચારક પ. પૂ. શ્રી હિતેશ દાદા, પ. પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮શ્રી ભગવાનદાસબાપુ (બહુચરધામ આશ્રમ, અધેવાડા) તેમજ પ. પૂ. વિશાલદાસબાપુ (સદગુરુ આશ્રમ-ભાવનગર), ભાગવતાચાર્ય પ્રહલાદભાઈ રાજ્યગુરુ, પિતા રામજીદાદા, દૂધ મંડળીમાંથી પધારેલા કાર્યવાહકો, કોન્ટ્રાક્ટરઓ, પત્રકારઓ હાજર રહ્યા હતા. આ તમામ સંતો મહંતોએ સાલ ઓઢાડી તેમજ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં નેસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સ્થાપક અને સહકારી ચળવળના પ્રણેતા એચ.આર.જોષીએ એક નાના પાયા ઉપર શરૂ કરેલી સહકારી મંડળીથી લઈ શ્વેતક્રાંતિનો પાયો નાખવા સુધીની સંઘર્ષમય યાત્રાને ઉપસ્થિત મહાનુભાવોએ યાદ કરી હતી. હરિભાઈ જોષીના સતત પ્રયત્નો દ્વારા ટુંકાગાળામાં સર્વોત્તમ ડેરીએ ૧૦,૦૦૦ કરોડ ટર્નઓવર પૂર્ણ કર્યું. તેઓના કરકસરપૂર્ણ વહીવટ, કોઠાસૂઝ, ફરજ નિષ્ઠા અને પ્રમાણિકપણે ભજવનારા તેમજ સતત સંઘર્ષ થકી જિલ્લામાં અનેક રોજગારીનું તથા પશુપાલકોને ઘરેબેઠા દૂધના સારા ભાવ મળી રહે અને તેમના જીવનધોરણમાં સુધારો થાય તે માટે તેમણે રાત-દિવસ કરેલી અથાગ મહેનત અને સર્વોત્તમ ડેરીને વિશ્વ ફલક પર ખ્યાતિ અપાવવાના તેમના પ્રદાનને સંતો મહંતો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું.તેમના પરિવારજનોએ કહ્યું હતું કે અમારા પિતાએ ક્યારે પરિવાર માટે સમય ફાળવ્યો નથી માત્ર પરોપકારી જીવન તેઓ જીવી રહ્યા છે. આ ઐતિહાસિક ઉજવણીમાં મોટી સંખ્યામાં પશુપાલકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
