News of Sunday, 26th April 2026
લોકશાહીના મહાપર્વમાં યુવા મતદારોમાં ઉત્સાહ:પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર મહેક અને નેન્સીએ અન્ય મતદારોને પણ અચૂક મતદાન કરવા અપીલ કરી : જુઓ વિડીયો
યુવાનોએ પરંપરાગત મૂલ્યો સાથે લોકશાહીના અધિકારને પ્રાધાન્ય આપીને વહેલી સવારથી જ કતારોમાં ઉભા રહી પોતાનો કિંમતી મત આપ્યો

જામનગર: જામનગર જિલ્લામાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત સવારથી જ મતદાન મથકો પર યુવા મતદારોની ભીડ જોવા મળી રહી છે, સાથે જ યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ પણ જોવા મળ્યો હતો.ડિજિટલ યુગના આ યુવાનોએ પરંપરાગત મૂલ્યો સાથે લોકશાહીના અધિકારને પ્રાધાન્ય આપીને વહેલી સવારથી જ કતારોમાં ઉભા રહી પોતાનો કિંમતી મત આપ્યો હતો.
આ લોકશાહીના પર્વમાં પ્રથમ વખત મતદાન કરવાનો અવસર મેળવનાર યુવા મતદાર મહેક અને નેન્સીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અત્યંત ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મતદાન એ માત્ર આપણો અધિકાર જ નહીં પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની પવિત્ર ફરજ પણ છે. પ્રથમ વાર વોટ આપીને અમે દેશના ભવિષ્યના નિર્માણમાં સહભાગી બન્યા હોવાનો ગૌરવ અનુભવી રહ્યા છીએ. મહેક અને નેન્સીએ અન્ય યુવા મતદારોને પણ લોકશાહીના આ મહોત્સવમાં સક્રિયપણે જોડાવવા અને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરી મજબૂત લોકશાહીના નિર્માણમાં યોગદાન આપવા માટે ખાસ અપીલ કરી હતી
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
