તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Tuesday, 21st July 2026
પૂ.મોરારીબાપુ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીની લાગણીસભર મુલાકાત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા સ્થિત ઐતિહાસિક શ્રી દાઠા કેન્દ્રવર્તી શાળામા મેઘાણી સ્મૃતિના લોકાર્પણ માટે પિનાકી મેઘાણીએ પૂ. મોરારીબાપુને સાદર વિનંતી કરી

રાજકોટ તા.૨૧ : તલગાજરડા – ચિત્રકૂટધામ ખાતે વિશ્વવંદનીય પૂ. મોરારીબાપુ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ લાગણીસભર મુલાકાત કરીને સાદર વંદન કર્યા હતા. બ્રીજભાઈ ઠક્કર (દિલ્હી), પાર્થરાજસિંહ સરવૈયા (દાઠા), વાલજીભાઈ પિત્રોડા (રાજકોટ) અને વિનોદભાઈ મિસ્ત્રી (ભરૂચ)ની પણ આ અવસરે ઉપસ્થિતિ રહી હતી.
ઝવેરચંદ મેઘાણીએ જ્યાં-જ્યાં અભ્યાસ કર્યો તે વિવિધ ઐતિહાસિક શાળાઓ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત પિનાકી મેઘાણી – ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા મેઘાણી સ્મૃતિની સ્થાપના થઈ રહી છે તે જાણીને પૂ. મોરારીબાપુએ રાજીપો વ્યક્ત કર્યો હતો. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા સ્થિત ઐતિહાસિક શ્રી દાઠા કેન્દ્રવર્તી શાળા ખાતે મેઘાણી સ્મૃતિના લોકાર્પણ માટે પિનાકી મેઘાણીએ પૂ. મોરારીબાપુને સાદર વિનંતી કરી હતી.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં એમના વડવાઓના વતન બગસરા (જિ. અમરેલી) ખાતે 07થી 15 માર્ચ 2026 દરમિયાન પૂ. મોરારીબાપુના શ્રીમુખે દિવ્ય અને ભવ્ય માનસ મેઘાણી રામકથાનું આયોજન થયું હતું. પૂ. મોરારીબાપુના શુભાશિષ અને મંગલમય વાણી થકી અખિલ બ્રહ્માંડમાં મેઘાણી-નાદનું ગુંજન થયું હતું જે ખાસ ઉલ્લેખનીય છે.(-આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી- ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન-મો.9825021279).
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
