તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
ઉનાના દેલવાડામાં રોકાણકારોની દોઢ કરોડથી વધુ રકમની ઉચાપતઃ નાસી જનાર મંડળીના મહિલા ચેરમેન સામે ગુન્હો
નગર સેવિકા રાજલબેન બારોટ અને કોળી યુવા સંગઠનના પ્રમુખ અલ્પેશભાઇની આગેવાની હેઠળ પ્રાંત કચેરી અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત માટે મોટી સંખ્યામાં ખાતેદારો એકઠાં થયેલઃ લોકોની જીવનની મરણ મુડી પરત અપાવવા માગણીઃ ઉચાપત વિશ્વાસઘાત અને છેતરપીંડીની પોલીસ ફરિયાદ કરોડોની ઉચાપતમાં અને છેતરપીંડીનો ભોગ બનેલા લોકોએ આધાર પુરાવા સાથે ઉના પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ઇન્સ્પેકટર કે. આઇ. જાડેજાની અપીલ

(નવીન જોષી દ્વારા) ઉના તા. પ :.. તાલુકા ના દેલાવડા ગામે નિધિ ક્રેડિટ કો ઓપરેટીવ શરાફી સહકારી મંડળીના ચેરમેન અને મેનેજર સામે ૨૨થી વધુ રોકાણકારો ખાતા ધારકોના કુલ રૂપિયા ૧કરોડ ૫૦લાખ ૬૩હજાર ૪૦૪ રૂપિયા ની ઉંચાપાત અને વિશ્વાસ ઘાત અને છેતરપિંડી ની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બચતના નામે દોઢ કરોડથી વધુ રકમની ઉચાપત સામે નગર સેવિકા ઉનાના રાજલબેન બારોટ અને કોળી યુવા સંગઠન ના પ્રમુખ અલ્પેશભાઇ બામભણીયાની આગેવાની હેઠળ પ્રાંત કચેરી અને પોલીસ સ્ટેશનએ ભોગ બનનાર ખાતા ધારકોની વિશાળ સંખ્યા સાથે આવેદન પત્ર આપી આરોપીઓ ને પકડી લોકો ની જીવન મરણ ની મૂડી પાછી આપવવા માગણી કરી હતી.
દેલવાડામાં નર્મદા કોમ્પ્લેક્સ મા શ્રી, નિધિ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી શરાફી સહકારી મંડળી લી. નામની ઓફિસ દેલાવડા ની મહિલા મનીષબેન ચન્દ્રકાન્ત ભાઈ પંડ્યા , અને મેનેજર દિનેશભાઇ જગુભાઈ ઉર્ફે પુંજાભાઈ રાઠોડ રે. ઉના એ ખાતા ધારકોને મહિને બે ટકા અને વરસે ૨૪ ટકા ઉંચા વ્યાજ આપવાની લાલચ આપી ખાતા ખોલાવી દૈનિક બચત કરાવતા હતા. ત્યારથી ગયા મહિનામાં તેઓ ઓફિસ બંધ કરી નાસી ગયા હતા. અને આ અંગે ઉના પોલીસ સ્ટેશનમા ઉનાના અનિરુદ્ધભાઈ મકવાણા સહીત ચાર ખાતા ધારકો એ ઉના પોલીસમા લેખિત અરજી આપી હતી. જેનો અખબાર મા સમાચાર આવતા લોકો મા ગભરાટ ફેલાઈ ગયો હતો.
ઉના શહેર અને તાલુકા ના સેંકડો લોકોના કરોડો રૂપિયા સલવાઈ ગયા હોય. તમામ લોકો એ આધાર પુરાવા સાથે ઉનાના નગર સેવીકા રાજલ બેન અલ્પેશભાઈ બામભણીયા (બારોટ ), અને કોળી યુવા સંગઠન ના પ્રમુખ અલ્પેશભાઈ કાનજી ભાઈ બામભણીયા અને કોળી આગેવાનો ને રૂબરૂ રજુઆત કરતા. ગઈ કાલે સાંજે બન્ને ની આગેવાની હેઠળ ઉના પ્રાંત કચેરી એ પ્રાંત અધિકારીને તેમજ ઉના પોલીસ સ્ટેશનના અધિકારી ને આવેદન પત્ર આપી ફરિયાદ દાખલ કરવા અને આરોપીઓ ને પકડી લોકો ને મરણ મૂડી પરત આપવા માંગણી ઉઠાવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર ક્રિષ્નકુમારસિંહ ઇંદ્રસિંહ જાડેજા એ ભોગ બનનાર વૈશાલી બેન વિજયભાઈ ફુલબારીયા રે. નવાબંદર તા. ઉનાને ફરિયાદી બનાવી ઉના પોલીસ સ્ટેશનમા શ્રી,નિધિ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી શરાફી સહકારી મંડળીદેલવાડા ના ચેરમેન મનીષબેન ચન્દ્રકાન્તભાઈ પંડયા, અને તેના મેનેજર દિનેશભાઈ જગુભાઈ ઉર્ફે પુંજાભાઈ રાઠોડ રે. ઉના એ ગત વરસ ૨૦૨૦ થી ઓકટોબર દરમિયાન મંડળીના ખાતેદાર બનાવી વૈશાલી બેન તેમજ તેમના પતિ વિજયભાઈ રતિલાલ ફુલબારીયા, એટુકડે ટુકડે જમાં કરવા ૪૫લાખ નો ચેક આપેલ સસરા રતિલાલ બાબુભાઇ ફુલબારીયા એ ૧૦,૫૦૦૦૦/, જમાં કરાવેલ નણદોયા વિનોદભાઈ ભાઈ હરજીવન ભાઈ.૧૫ લાખ જમાં કરાવેલ કુલ એક જ પરિવારે ૭૦લાખ ૫૦૦૦૦/ જમાં કરાવેલ તેમજ ઉના શહેર, દેલાવડા, દાંડી, રામપરા, ચાકવડ, દુધાળા, નવાબંદર વિગેરે ગામોંના ૧૭થી વધુ લોકોને દર મહિને ૨ટકા વ્યાજ આપવાની લાલચ આપી કુલ રૂપિયા ૮૦ લાખ ૧૩૪૦૪/ રૂપિયા ઉઘરાવી કુલ રૂપિયા ૧કરોડ ૫૦ લાખ ૬૩૪૦૪/ થી વધુ રકમ ઉઘરાવી મંડળી ની ઓફિસ ને તાળા મારી નાસી ગયા હતા. આ ફરિયાદ નો ખાલી નિધિ કો ઓપરેટીવ સોસાયટી શરાફીસહકારી મંડળી લી. છે. દેલવાડા પોસ્ટ ઓફિસમા પણ મનીષબેન ચન્દ્રકાન્ત પંડયા બચત એજન્ટ તરીકે કામ કરતા હોય ત્યાં કેટલા ખાતા ધારકો ની કેટલી રકમ કૌભાંડ થયુ ? તેની હજુ માહિતી મળી નથી. પોલીસે બન્ને આરોપીઓ ની નામ જોગ અને અન્ય સંડોવાયેલ આરોપીઓ સામે ૧કરોડ ૫૦ લાખ ૬૩૪૦૪/ થી વધુ રકમ ઉઘરાવી પોતાના અથવા તેના વતી અન્ય કોઈ અંગત ઉપયોગમા લઇ મંડળી બંધ કરી ફરિયાદ અને સાહેદોને રૂપિયાના ચૂકવી અગાઉ પૂર્વ આયોજન કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી ભાગી ગયાની ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૧૬(૨), ૩૧૩(૫), ૩૧૮(૪), ૬૧(૧),૫૪ તથા ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટ ઈન ફાઇન્સયલ અધિનિયમ એસ્ટેબલિસ્ટ એક્ટ ૩ મુજબ ગુનો દાખલ કરેલ છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે. આઈ. જાડેજા એ લોકો ને અપીલ કરી છે કે જે કોઈ આ મહિલા મનીષાબેન અને દિનેશભાઇ રાઠોડ નો ભોગ બનેલ હોય તેમણે ઉના પોલીસ સ્ટેશને આધાર પુરવા સાથે રજુઆત કરવા જણાવેલ છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
