News of Friday, 17th July 2026
બોટાદ જિલ્લા પંચાયતમાં વિવિધ 8 સમિતિઓના ચેરમેનોની વરણી: કારોબારી સમિતિના ચેરમેન તરીકે ચંદુભાઈ ભાલીયાની નિમણુંક
શિક્ષણ સમિતિમાં કો-ઓપ્ટ સભ્યો સાથે કુલ 7 અને સામાજિક ન્યાય સમિતિમાં 5 સભ્યોની ટીમ બનાવાઈ

બોટાદ જિલ્લા પંચાયતમાં વિવિધ 8 સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી છે. જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે ચંદુભાઈ ભાલીયા, બાંધકામમાં ગૌરીબેન રાઠોડ, શિક્ષણમાં કિષનાબા ગોહિલ, અપીલ સમિતિમાં પાયલબેન માથોળીયા, આરોગ્યમાં આશાબેન બોરડા, ઉત્પાદન-સહકાર અને સિંચાઈમાં પરેશભાઈ સલૈયા, મહિલા-બાળ વિકાસ-યુવા પ્રવૃત્તિમાં મેહુલ કુમાર સરવૈયા તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે લીલાબેન સોલંકીની નિમણૂક કરાઈ છે.
શિક્ષણ સમિતિમાં કો-ઓપ્ટ સભ્યો સાથે કુલ 7 અને સામાજિક ન્યાય સમિતિમાં 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. આ નિમણૂકો બદલ પદાધિકારીઓને ભાજપના કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
