<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

વાંકાનેરના મેસરીયામાં ગાયને તગડવા ફેંકેલો પાણો પાડોશીને લાગી જતાં વૃધ્‍ધા પર હુમલો

૭૨ વર્ષના બધીબેનને એક આંખે જ દેખાય છેઃ સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૯: વાંકાનેરના મેસરીયા ગામે રહેતાં બધીબેન પભાભાઇ ગઢાદરા (ઉ.વ.૭૨) નામના વૃધ્‍ધાને ઘર બહાર બેઠા હતાં ત્‍યારે પાડોશી મહેશભાઇ કુમારખાણીયાએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

બધીબેનને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. સગાના કહેવા મુજબ બધીબેનની એક આંખે જ દેખાય છે. તે ઘર બહાર બેઠા ત્‍યારે નજીકમાં ગાય આવી જતાં તેને તગડવા માટે તેમણે પાણકો ઉપાડીને ઘા કરતાં આ પાણકો પાડોશી મહેશભાઇને લાગી જતાં  તેણે તમે જાણી જોઇને મને જ પાણકો માર્યો છે તેમ કહી ઝઘડો કરી બધીબેનને મારકુટ કરી લીધી હતી. હોસ્‍પિટલ ચોકીના મહેશભા  જોગડા સહિતે જાણ કરતાં વાંકાનેર તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.

(11:38 AM IST)