<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

ગોંડલના વેપારીના બેંક ખાતામાંથી ગઠીયાએ ૭૩,૭૦૭ની રકમ ઉપાડી લીધી

એકસીઝ બેંકના ક્રેડીટકાર્ડની એપ્‍લીકેશન ચાલુ કરવાનુ કહી

રાજકોટ, તા. રઃ ગોંડલના વેપારીને ક્રેડીટકાર્ડની એપ્‍લીકેશન ચાલુ કરવાનું કહી ગઠીયાએ બેંક ખાતામાંથી ૭૩,૭૦૭ ની રકમ ઉપાડી લેતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ સરધાર ગામે કપડાની દુકાન ધરાવતા અને ગોંડલમાબ્‍ં આઇટીઆઇ પાછળ તીરૂમાલા ગોલ્‍ડ સોસયાટીમાં રહેતા વેપારી સાગરભાઇ જયરાજભાઇ સિંધવે એકસીસ બેંક ક્રેડીટકાર્ડના કર્મચારીની ઓળખ આપનાર તથા વીડીયો કોલ કરનાર શખ્‍સ સામે બી ડિવીઝન પોલીસમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપીએ તેના મોબાઇલ ફોન ઉપરથી ફરીયાદીને ફોન કરી પોતે એકસીઝ બેંક ક્રેડીટ કાર્ડ  વિભાગના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી. ફરીયાદીમાં મોબાઇલમાં એકસીઝ બેંક ક્રેડીટ કાર્ડની એપ્‍લીકેશન ચાલુ કરવાનું જણાવી ફરીયાદીને વિશ્વાસમાં ઇ, મોઇબા ફોન ઉપરથી વોટસએપમાં વીડીયો કો કરી ચાુ વીડીયો કો ફરીયાદી પાસે રહેલા મોબાઇલ ફોનની સ્‍ક્રીન શેર કરાવી ફરીયાદીએ જાણ બહાર તેના એકસીજ બેંક ક્રેડીટ કાર્ડ માંથી નાના મોટા રૂપીયાના ટ્રાન્‍જેકશનથી કુલ રૂા. ૭૪,૭૦૭ ની ફીરયાદ સાથે ઓનલાઇન છેતરપીંડી કરી હતી.

આ ફીરયાદ અન્‍વયે બી ડીવીઝન પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:36 AM IST)