તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
કચ્છના ભચાઉ નજીક વોંધ ઓવરબ્રિજ પાસે બંદૂકના ભડાકે વૃદ્ધની હત્યા
પોલીસ કાફલો ઘટનાસ્થળે : પારિવારિક અદાવતની આશંકા: ગોળીનું ખાલી ખોખું અને તલવારનું મ્યાન કબજે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.૨૧ : કચ્છના ભચાઉ નજીક વોંધ ઓવરબ્રિજ પાસે બંદૂકના ભડાકે થયેલ હત્યાના બનાવે ચકચાર સર્જી છે. બનાવને પગલે ભચાઉ પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
મળતી પ્રાથમિક માહિતી મુજબ મૃતક હરગોવિંદભાઈ સાધુ ઉં.વ.અંદાજે ૭૩ની મુકેશ સાધુ નામના યુવકે ગોળી મારી હત્યા નિપજાવી છે. બનાવને પગલે સ્થળ પર દોડી ગયેલ ભચાઉ પોલીસે ગોળીનું એક રાઉન્ડનું ખાલી ખોખું કબજે કર્યું છે. તેમજ ત્યાંથી તલવારનું ખાલી મ્યાન પણ મળી આવ્યું છે.
અંગત પારિવારિક અદાવતમાં હત્યાનો બનાવ બન્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
