News of Monday, 20th July 2026
ગોંડલના મોવિયા ગામે વૃધ્ધ જયંતીભાઇ સોરઠીયાનો ગળેફાંસો ખાઇ આપઘાત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર૦ :.. ગોંડલ તાલુકાના મોવિયા ગામે ૭૧ વર્ષીય વળદ્ધે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા પરિવારમાં ભારે આઘાત અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મળતી વિગતો મુજબ, મોવિયા ગામે કડવા પટેલ સમાજની વાડી પાસે રહેતા સોરઠિયા જયંતીભાઈ હરજીભાઈ (ઉંમર ૭૧) નામના વળદ્ધે પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. તુરંત જ તેમના પુત્ર કિશોરભાઈ અને અન્ય સભ્યો દ્વારા ગંભીર હાલતમાં તેમને સારવાર માટે ગોંડલની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે દોડાવવામાં આવ્યા હતા.
જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસીને જયંતીભાઈને મળત જાહેર કર્યા હતા. હોસ્પિટલના રિપોર્ટ મુજબ, હોસ્પિટલ પહોંચાડ્યા તે પહેલાં જ તેમનું મળત્યુ નીપજ્યું હતું. આ આઘાતજનક ઘટનાથી સમગ્ર મોવિયા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
હાલ આ મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
